BJP Worker liquor party in Nasari during Makar Sankranti, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • રૂપાણીના દારૂબંધીના ‘ડિંગલવાજા’, ખુદ ભાજપના કાર્યકર્તાઓએ સરકારને મુકી શરમમાં… Video

રૂપાણીના દારૂબંધીના ‘ડિંગલવાજા’, ખુદ ભાજપના કાર્યકર્તાઓએ સરકારને મુકી શરમમાં… Video

 | 5:17 pm IST

એક તરફ રાજ્યમાં આજે લોકો પતંગ-દોરીથી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે સત્તાધીશ ભારતીય જનતા પાર્ટી(BJP)ના કાર્યકરો દારૂ પાર્ટી કરી તહેવારની મજા માણી રહ્યા છે. જે રાજ્ય સરકાર દારૂબંધીનો દાવો કરે છે તેના જ કાર્યકરો ઉત્તરાયણના દિવસે ધાબા પર દારૂ પાર્ટી કરતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તાજેતરમાં વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયો નવસારીનો બતાવવામાં આવી રહ્યો છે અને તે વિશાલ હિંગેના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ સંજુ વર્મા(ભોલો) નામના ભાજપના કાર્યકરનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો વાયરલ થતા હવે ટેરેસ પર હતા લોકોમાં ગભરાટ થવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન