bjp youth wing takes to hanuman chalisa to counter namaz on roads
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: મમતાને ભાજપનો જવાબ, યુવા કાર્યકરોએ રસ્તા પર જ કર્યું હનુમાન ચાલીસાનું પઠન

VIDEO: મમતાને ભાજપનો જવાબ, યુવા કાર્યકરોએ રસ્તા પર જ કર્યું હનુમાન ચાલીસાનું પઠન

 | 2:22 pm IST

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના યુથ વિંગ ભારતીય જનતા યુવા મોર્ચાએ મંગળવારે રાતે કોલકતા નજીત હાવડામાં ભેગા થઈ રસ્તા પર બેસીને જ હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. તેમનું કહેવું છે કે શુક્રવારે મુસ્લિમો નમાજ પઢે એટલે રસ્તો બ્લોક થઈ જાય એનાં વિરોધમાં આ કામ કરવામાં આવ્યું છે.

એક રિપોર્ટ પ્રમાણે યુવા મોર્ચામાં પ્રમુખ ઓપી સિંહે કહ્યું કે, મમતા બેનરજીનાં શાસનમાં અમે જોયું છે કે ગ્રાન્ડ ટંક રોડ પર અને બીજા મોટા રસ્તા પર નમાજનાં કારણે રસ્તાઓ બ્લોક થઈ જાય છે. એમ્બ્યુલેન્સ ફસાઈ જવાને કારણે લોકોનાં મોત પણ થઈ જાય છે. વિદ્યાર્થીઓ સમયસર શાળાએ નથી પહોંચી શકતા. આવું ક્યાં સુધી ચાલશે. આવું જ્યાં સુધી ચાલશે ત્યા સુધી અમે પણ રસ્તા પર જ હનુમાન મંદિર પાસે બેસીને હનુમાન ચાલીસાનું ગાન કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન