BJP's Brilliant Performance in the House of Chief Minister Vijay Rupani
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Election
  • CM રૂપાણીના હોમ ગ્રાઉન્ડમાં ભાજપની તોફાની બેટિંગ, કોંગ્રેસને ખાતુ ખોલાવવાના પણ ફાંફા

CM રૂપાણીના હોમ ગ્રાઉન્ડમાં ભાજપની તોફાની બેટિંગ, કોંગ્રેસને ખાતુ ખોલાવવાના પણ ફાંફા

 | 1:14 pm IST
  • Share

ગુજરાત (Gujarat) માં યોજાયેલી 6 મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો (Local Body Elections Result) આજથી સામે આવી રહ્યાં છે. ભાજપે તમામ ઠેકાણે રીતસરનો સપાટો બોલાવ્યો છે. જ્યારે કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન યથવાત રહ્યું છે. તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) ના ગૃહ નગરમાં તો ભાજપ રીતસરનું બુલડોઝર ફેરવી રહ્યું હોવાનું જણાઈ આવે છે.

રાજકોટ મહાનગર પાલિકા (Rajkot Municipal Corporation) ની કુલ 72 બેઠકો પર યોજાયેલી ચૂંટણીના સામે આવી રહ્યાં છે. અહીં ભાજપ ગત મનપાની ચૂંટણીનો પણ રેકોર્ડ તોડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ભાજપ આ વખતે 40 બેઠકો પર જીતે મેળવી રેકોર્ડ તોડ્યો છે. જ્યારે ભાજપ હજી પણ અનેક બેઠક પર આગળ ચાલી રહી છે.

મુખ્યમંત્રીના શહેરમાં ભાજપની બલ્લે બલ્લે થઈ છે. રાજકોટમાં બપોરે 1 વાગ્યા સુધીમાં જ ભાજપનો 40 જેટલી બેઠકો પર વિજય થયો હતો. પ્રથમ રાઉન્ડની તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. વોર્ડ નંબર 1, 4, 7, 8, 9, 10, 13, 16 એમ 9 વોર્ડમાં કમળ ખીલી ઉઠ્યું છે.

રાજકોટમાં ભાજપે અગાઉની ચૂંટણીનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 2015ની ગત ચૂંટણીમાં ભાજપને 38 બેઠક પર જીત થઈ હતી. જ્યારે વર્ષ 2015માં કોંગ્રેસને 72માંથી 34 બેઠકો મળી હતી. પરંતુ આ વખતે તો કોંગ્રેસનો રીતસરનો કડુસલો બોલી ગયો છે. ભાજપ હજી પણ અનેક બેઠકો પર આગળ છે. આમ ભાજપે ગત વખતનો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. જ્યારે કોંગ્રેસનું તો હજી સુધી ખાતુ પણ નથી ખુલ્યું. આમ કોંગ્રેસને ચોખ્ખી 34 બેઠકોનું નુંકશાન થઈ રહ્યું હોવાનું હાલ દેખાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન