ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરીયાએ કોંગ્રેસમાં જોડાયા - Sandesh
  • Home
  • Gujarat
  • ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરીયાએ કોંગ્રેસમાં જોડાયા

ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરીયાએ કોંગ્રેસમાં જોડાયા

 | 10:20 pm IST

સૌરાષ્ટ્રભરમાં ગરીબો માટે સેવાકીય કામ માટે જાણીતા કનુભાઇ કલસરિયા કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. કનુભાઇએ દિલ્હી જઇને રાહુલ ગાંધીના નિવાસ સ્થાને મિટીંગ કરીને કોંગ્રેસ સાથે જોડાણ કરી લીધુ છે. ગુજરાત કોગ્રેસ પ્રભારી રાજીવ સાતવની પણ તેમની સાથે ઉપસ્થિત હતા. મહત્વનું છે કે કનુ કલસરિયા આગામી લોકસભાની ચૂંટણી પણ લડી શકે છે. કનુ કલસરિયા અગાઉ પણ ઘણીવાર ચર્ચામાં આવ્યા છે.

ભાજપના ઉમેદવાર તરીકે કલસરિયા ત્રણ વાર ભાવનગર જિલ્લાની મહુવાથી ધારાસભ્ય તરીકે વિજયી થયેલા છે, કલસરિયાએ 2008માં મહુવા પાસે બની રહેલી નીરમાના સિમેન્ટ પ્લાન્ટને મંજૂરી આપવાના વિરોધમાં નરેન્દ્ર મોદીની સામે પડ્યા હતા. ત્યારબાદ તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રસના કુવંરજી બાવળિયા તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે, તેવામાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની કોળી સમાજની વોટ બેન્ક નબળી પડે તેવી શક્યતા છે. તેથી કોંગ્રેસે પણ દાવ રમ્યો છે. કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના નેતા તરીકે જાણીતા કનુ કલસરિયાને 11 જુલાઇએ વિધિવત રીતે પક્ષ સાથે જોડ્યા છે. જેના કારણે આગામી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ વારા ફરતી રાજકારણમાં ગરમાવો લાવી રહ્યા છે.

કનુભાઇના કોંગ્રેસમાં આવવાથી ફાયદો થશે તે આવનારો સમય કહેશે, પરંતુ હાલ કનુભાઈને કોંગ્રેસમાં લાવવા પાછળ રાજુલાના યુવા ધારાસભ્યનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.