BJP's national president will be JP Nadda
  • Home
  • Featured
  • આ દિગ્ગજ નેતા અમિત શાહની ખુરશી પર બિરાજશે, BJP કરી શકે છે મોટો ફેરબદલ

આ દિગ્ગજ નેતા અમિત શાહની ખુરશી પર બિરાજશે, BJP કરી શકે છે મોટો ફેરબદલ

 | 10:43 am IST

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો કાર્યકાળ ગત જાન્યુઆરીમાં જ સમાપ્ત થઇ ગયો હતો. લોકસભાની ચૂંટણીને નજીક જોઇ અમિત શાહને પદ પર બન્યા રહેવાનું કહેવામાં આવ્યું હતું. સામાન્ય ચૂંટણી અને તેના પછી શાહને ગૃહ મંત્રી મોદીમંડળમાં સામેલ કર્યા બાદ જેપી નડ્ડાને કાર્યકાળી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. હવે ચર્ચા છે કે, જેપી નડ્ડા જ પાર્ટીના આગામી અધ્યક્ષ હશે. તેઓ ફેબ્રુઆરીમાં પાર્ટીની કમાન સંભાળી શકે છે.

સૂત્રો અનુસાર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષના પદ પર જેપી નડ્ડાની તાજપોશી 19 ફેબ્રુઆરીએ થશે. માનવામાં આવી રહ્યું છે કે, 19 ફેબ્રુઆરી સુધીમાં 80 ટકાથી વધુ રાજ્યોની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. આ પછી રાષ્ટ્રીય અધ્યક્ષનો ચૂંટણી યોજાશે. સૂત્રોનું માનીએ તો જેપી નડ્ડાનું અધ્યક્ષ બનવું નક્કી માનવામાં આવી રહ્યું છે.

નોંધનિય છે કે હાલમાં ભાજપામા સંગઠનની ચૂંટણી થઇ રહી છે. પાર્ટીના સંવિધાન અનુસાર 50 ટકાથી વધુ રાજ્યોના એકમોમાં ચૂંટણી યોજાઇ ગયા બાદ જ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી કરાવવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે, જેપી નડ્ડા વિદ્યાર્થી જીવનથી જ રાજનીતિમાં સક્રિય રહ્યા છે. વિદ્યાર્થી જીવનમાં ભારતીય વિદ્યાર્થી પરિષદથી સાથે જોડાયા અને સંગઠનમાં વિવિધ પદો પર પણ રહ્યા.

નડ્ડા પ્રથમવાર વર્ષ 1993માં હિમાચલ પ્રદેશની વિધાનસભાના સભ્ય તરીકે પસંદગી પામ્યા. આ પછી પ્રદેશ સરકારમાં મંત્રી પણ રહ્યા અને સાંસદ રહેતા કેન્દ્ર સરકારમાં પણ મંત્રી રહ્યા. નડ્ડા મોદી સરકારમાં પણ સ્વાસ્થ્ય જેવા મહત્વપૂર્ણ વિભાગ સંભાળી ચૂક્યા છે. અમિત શાહનાં મંત્રીમંડળમાં સામેલ થયા બાદ તેમને પાર્ટીના કાર્યકાળી અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને શાહ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના પદ પર બન્યા રહ્યા. પરંતુ ગણા રાજ્યોમાં થયેલા વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જૂનું પ્રદર્શન જાળવી શક્યા નહી.

ભાજપાને હાલમાં જ ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો, ત્યાં જ મહારાષ્ટ્રની સત્તા પણ હાથથી સરકી ગઇ. હરિયાણામાં પણ પાર્ટીને સીટોનું નુક્સાનનો સામનો કરવો પડ્યો અને જોડતોડ કરી સરકાર બનાવી. પાર્ટીના પ્રદર્શનમાં આવેલ ઘટાડા પાછળ પૂર્ણકાલિક અધ્યક્ષની કમી અને શાહનું ધ્યાન મંત્રીપરિષદની જવાબદારી તરફ વધુ હોવાનું પણ માનવામાં આવે છે.

આ વીડિયો પણ જુઓ : સામખીયાળી ટોલ પ્લાઝા પર ઉઘાડી લૂંટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન