BJP's new organization in disarray, first party for government, then what responsibility was given to the people
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Featured
 • ગુજરાતની ખાલી પડેલી પેટાચૂંટણી જીતવા માટે કેવો છે ભાજપનો રોડ મેપ? પરંતુ નવું સંગઠન ઘોંચમાં…

ગુજરાતની ખાલી પડેલી પેટાચૂંટણી જીતવા માટે કેવો છે ભાજપનો રોડ મેપ? પરંતુ નવું સંગઠન ઘોંચમાં…

 | 7:00 am IST
 • Share

અડધી ટર્મમાં MLAપદેથી રાજીનામું ધરી જનમત સાથે દ્વોહ કરનારા પાંચ કોંગ્રેસીઓ પોંખ્યા પછી ભાજપે જાણે હમણાં જ પેટાચૂંટણી યોજાવાની હોય એમ કોરોના મહામારી વચ્ચે સોમવારે તાબડતોબ હાઇલેવલ બેઠક યોજી હતી. દિલ્હીથી આવેલા નિરક્ષકની હાજરીમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના હોદ્દેદારો, કોરગ્રૂપની બેઠકમાં સંભવતઃ ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં આઠ બેઠકો ઉપર યોજનારી પેટા ચૂંટણીમાં નવા આવેલા પેરાશૂટો સમેત ઉમેદવારોને જીતાડવા ૬ કેબિનેટ સમેત ૮ મંત્રીઓને જવાબદારી સોંપી છે.

હવે આ મંત્રીઓ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ માટે નાગરિકો વચ્ચે મત માગવા જશે. રાજ્યસભા ચૂંટણીને હજી માંડ ૧૦ દિવસ જ વિત્યા છે તેવામાં કોરોના મહામારી, મોંઘવારી વચ્ચે ફરીથી ગુજરાત સરકારનું સંચાલન કરી રહેલી ચૂંટાયેલી પાંખ ચૂંટણીમય થઈ ચૂકી છે.

રાજ્યમાં વર્ષ ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી, ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અને સીધા જ મંત્રીપદની લહાણીઓ સાથેના વર્ષ- ૨૦૧૯માં લોકસભા ચૂંટણી, પછી વિધાનસભાની છ બેઠકોમાં પેટાચૂંટણી અને છેલ્લા વર્ષ ૨૦૨૦ના આરંભથી રાજ્યસભા ચૂંટણી એમ સરકાર પહેલાથી ચૂંટણીમય હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

હીરા સોલંકીને ભાજપના પ્રમુખપદે બેસાડો- કોળી સેના કમલમ્ પહોંચી

રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીના ભાઈ અને વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં રાજુલા વિધાનસભાથી હારેલા હીરા સોલંકીને ભાજપે હાલમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જગ્યા આપી છે. જો કે, તેમને જીતુ વાઘાણીની જગ્યાએ પ્રદેશ પ્રમુખ કે બોર્ડ નિગમમાં હોદ્દો આપવો જોઈએ તેવી માગણી સાથે કોળી સેનાના આગેવાનો સોમવારે શ્રી કમલમે પહોંચ્યા હતા. ત્યાં હાથમાં પોસ્ટર પકડીને હીરા સોલંકીના સમર્થકોએ પ્રદર્શન પણ કર્યું હતું !

પાંચમાંથી એકાદ પેરાશૂટ પડતો મુકાય તેવી સ્થિતિ

ભાજપ ભેગા થયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી અને પ્રદ્યુમનસિંહ જાડેજાની ટિકિટ કન્ફર્મ છે. જો કે, ધારી અને કરઝણમાં કોંગ્રેસની સ્થિતિ, ભાજપનો વિરોધ અને મતદારોના મિજાજ જોઈને જે.વી.કાકડિયા અને અક્ષય પટેલનું ભવિષ્ય નક્કી થાય તો નવાઈ નહીં. જ્યારે ડાંગ, લીંબડી, ગઢડામાં રાજીનામું આપનારા હજી સુધી ભાજપમાં જોડાયા નથી.

નવું સંગઠન ઘોંચમાં, પહેલા પેરાશૂટોને જીતાડી બતાવો !

ભાજપમાં અમદાવાદ સહિત મહાનગરો, જિલ્લાથી લઈને છેક પ્રદેશ સંગઠનની મુદ્દત એક વર્ષ પહેલાં જ પૂર્ણ થઈ હોવા છતાંયે યેનકેન પ્રકારે નવી નિમણૂકો થતી નથી. વધુ પેરાશૂટો ઊતર્યા પછી હવે પેટા ચૂંટણીમાં તેમની હાર-જીત પછી પ્રદેશ અધ્યક્ષથી લઈને જિલ્લા- મહાનગરોમાં હોદ્દેદારોની નિમણૂકો થાય તો નવાઈ નહીં.

રાજીનામાનો હિસાબ બાકી રહ્યો ? ગઢડાના પ્રવીણ મારુ ઝ્રસ્ને મળ્યા

રાજ્યસભામાં ભાજપના ત્રીજા ઉમેદવારને જીતાડવાના ઈરાદે ગઢડાથી કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપનારા પ્રવીણ મારુ સામે ૧૦૦ દિવસ પછી મતદારોમાં રોષ શમ્યો નથી. એટલા માટે જ શનિવારે ભાજપ ભેગા થયેલા પક્ષપલટુઓ સાથે તેઓ જીતુ વાઘાણીને હાથે કમળના નિશાનવાળો ખેસ પહેરવા શ્રી કમલમ્ે દેખાયા નહોતા. જો કે, સોમવારે અચાનક જ તેઓ ઝ્રસ્ને મળવા ર્સ્વિણમ સંકુલ પહોંચતા સચિવાલયમાં કંઈક હિસાબ બાકી રહ્યાની વાતો ફેલાઈ હતી. મીડિયાકર્મીઓ સાથે ઓફ ધ કેમેરા મારુએ ભાજપમાં હવે જોડાઈશ એમ કહ્યું હતું.

સરકાર માટે પહેલા પાર્ટી, પછી પ્રજા કોને શું જવાબદારી સોંપાઈ

 1. અબડાસા- શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કે.સી.પટેલ
 2. લીંબડી- કૃષિમંત્રી આર.સી.ફળદુ અને નીતિન ભારદ્વાજ
 3. મોરબી- ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને આઈ.કે.જાડેજા
 4. ડાંગ- વનમંત્રી ગણપત વસાવા અને પૂર્ણેશ મોદી
 5. ગઢડા- જળ મંત્રી કુંવરજી બાવળિયા અને ગોરધન ઝડફિયા
 6. કરજણ- ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ
 7. કપરાડા- ખેલમંત્રી ઈશ્વર પટેલ અને ભરતસિંહ પરમાર
 8. ધારી- પુરવઠામંત્રી હકુભા જાડેજા અને ધનસુખ ભંડેરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન