BJP's Operation18 is active, 5 More Congress Leaders Might Give Resignation
  • Home
  • Ahmedabad
  • ભાજપનું ‘ઓપરેશન 18’ એક્ટિવ, કોંગ્રેસના અન્ય 5 ધારાસભ્યો આપી શકે છે રાજીનામું!

ભાજપનું ‘ઓપરેશન 18’ એક્ટિવ, કોંગ્રેસના અન્ય 5 ધારાસભ્યો આપી શકે છે રાજીનામું!

 | 1:28 pm IST

ગુજરાત સહિત દેશમાં ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. બીજી બાજુ ગુજરાતમાં લોકસભાની 7 બેઠકો સેટ કરવા માટે ભાજપનું ઓપરેશન 18 એક્ટિવ છે. થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી 4 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. પક્ષપલ્ટું કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 3 નેતાઓને પણ ભાજપમાં મોટા પદ આપવામાં આવ્યા હતા. ત્યારે હાલ એક મોટો અહેવાલ સામે રહ્યા છે.

ગુજરાતમાં 4 ધારાસભ્યો રાજીનામા આપી દીધા બાદ હજી પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામું આપવાની ફિરાકમાં દેખાઇ રહ્યા છે. હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, કોંગ્રેસના 5 જેટલા ધારાસભ્યો હજુ પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ શકે છે.

સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા બેઠકનું સમીકરણ સેટ કરવાનો પ્રયાસ ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ, દાહોદ, છોટાઉદેપુર બેઠક સેટ કરવાનો પણ પ્રયાસ થઇ રહ્યો છે. જામનગર અને પોરબંદર બેઠક માટે પણ ભાજપનું ‘ઓપરેશન 18’ શરૂ થયું છે. લોકસભાની બેઠકો અંતર્ગત વિધાનસભાના MLA તોડવાના પ્રયાસ ભાજપ દ્વારા થઇ રહ્યો છે.

સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે, આગામી 18 તારીખ સુધી કોંગ્રેસ તૂટવાનો સિલસિલો યથાવત રહી શકે છે. લોકસભાની 7 બેઠકો સેટ કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે, ભાજપનું ‘ઓપરેશન 18’ એક્ટિવ છે. જો ખરેખર કોંગ્રેસમાં ધારાસભ્યો તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો તો ગુજરાતમાં કોંગ્રેસની કમર ભાંગી જશે.

સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર, ધવલસિંહજી આ ત્રણેય કોંગ્રેસમાંથી રાજીનામા આપી શકે છે. ભલે હાલ ત્રણેય ઠાકોર નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું નહીં આપવાનો રાગ આલોપતા હોય પરંતુ આગામી સમયમાં શું થશે અને કોણ રાજીનામું આપશે તે તો આવનારો સમય બતાવી શકે છે. કોંગ્રેસમાં અસંતોષ ફેલાયો છે. જે અલ્પેશે ગઇકાલે પોતાના ભાષણમાંસ્પષ્ટ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન