કર્ણાટકની પેટા ચૂંટણીના પરિણામ 2019 પહેલાં ભાજપને ચેતવણી? - Sandesh
  • Home
  • India
  • કર્ણાટકની પેટા ચૂંટણીના પરિણામ 2019 પહેલાં ભાજપને ચેતવણી?

કર્ણાટકની પેટા ચૂંટણીના પરિણામ 2019 પહેલાં ભાજપને ચેતવણી?

 | 6:50 pm IST

કર્ણાટકમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો જીતી લઈને કોંગ્રેસ- જનતાદળ ( સેક્યુલર ) નો મોરચો વિજેતા તરીકે ઉપસ્યો છે. આ પરિણામો રાજ્યમાં કોંગ્રેસ – જનતા દળ ( એસ)ના મોરચાને ચોક્કસ પ્રોત્સાહક નીવડશે. જો કે ખાસ મહત્ત્વનું તો એ છે કે બેલારી લોકસભા બેઠક પર જ્યાં કોંગ્રેસે ૧૪ વર્ષમાં પહેલી વખત ભાજપને હરાવ્યું છે, એ સિવાય અન્ય બેઠકો પર પુનઃવિજય થયો છે. શું આ પરિણામ કોઈ મોટા રાજકીય પરિપ્રેક્ષ્યમાં કોઈ સંદેશો આપે છે ખરા ?

આ પ્રશ્ન મહત્ત્વનો એટલા માટે છે કે કોંગ્રેસ અને જેડી(એસ) ૨૦૧૯માં કર્ણાટકમાં ચૂંટણી પહેલાં મોરચો રચશે એ નિવૃત્ત છે.અગાઉ થયેલા વિશ્લેષણ દર્શાવે છે કે ૨૦૧૮ની ચૂંટણીના આધારે ૨૨૨ વિધાનસભા બેઠકોમાંથી ૧૫૦ બેઠકો કોંગ્રેસ અને જેડી(એસ) જીતી શકે છે.

કર્ણાટકની રાજકીય ભૂગોળમાં આ મોરચો રસપ્રદ છે કેમકે જેડી(એસ)નું પરંપરાગત પ્રભુત્વ કોંગ્રેસ અને જેડી(એસ) વચ્ચે સ્પર્ધા દેખાય છે.આ વિસ્તારમાં ભાજપ પણ અસરકારક ખેલાડી તો છે જ. આ સ્થિતિ જોતાં કોંગ્રેસ – જેડી(એસ) મોરચો રાજ્યમાં સંઘર્ષમય પરિણામ ભણી દોરી જશે.

પરંપરાગત જેડી(એસ)ના ગઢમાં કોંગ્રેસ અને જેડી(એસ) વચ્ચેનો મોરચો નવા વિપક્ષી બળને અવકાશ રચી આપશે, જે ભાજપને ફાયદાકારક નીવડી શકે. એમ છતાં કોંગ્રેસ અને જેડી(એસ) રાજ્યમાં અન્યત્ર જ્યાં ભાજપ મહત્ત્વનું બળ છે, એ વિસ્તારમાં મોરચો રચી લાભ મેળવી શકે છે.

સિમાંકન બાદની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી તેમજ વર્તમાન પેટા ચૂંટણીની સરેરાશ પરથી શું ચિત્ર ઊપશે છે, તે જોવું રસપ્રદ બની રહેશે.

ભાજપને અસરકારક પરાજય ખમવો પડે
જનતા દળ એસના ગઢ ગણાતી રામનગર વિધાનસભા અને માંડયા લોકસભા બેઠક પર ભાજપ પરની કોંગ્રેસ – જેડીએસની સંયુક્ત સરસાઈ આ પેટા ચૂંટણીમાં ઘટી છે. અન્ય ત્રણ બેઠકો પર ભાજપની સરખામણીમાં મોરચાએ તેની સ્થિતિ મજબૂત કરી છે

કોંગ્રેસ – જેડીએસનો મોરચો ચાલુ રહે તો ભાજપ જેડીએસના ગઢમાં ગાબડું પાડી શકે, જો કે ૨૦૧૯ને ધ્યાનમાં રાખીએ તો કર્ણાટકમાં ભાજપને અસરકારક પરાજય ખમવો પડે. ૨૦૧૪માં ભાજપે લોકસભાની ૨૮માંથી ૧૭ બેઠકો જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન