BJP પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ત્રિપુરા જીતનો પડઘો, PM મોદીનું આવી રીતે થયું સ્વાગત - Sandesh
  • Home
  • India
  • BJP પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ત્રિપુરા જીતનો પડઘો, PM મોદીનું આવી રીતે થયું સ્વાગત

BJP પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ત્રિપુરા જીતનો પડઘો, PM મોદીનું આવી રીતે થયું સ્વાગત

 | 1:38 pm IST

ત્રિપુરામાં ઐતિહાસિક વિજય અને નાગાલેન્ડ અને મેઘાયલમાં ભાજપના ગઠબંધનની સરકાર રચાયા બાદ દિલ્હીમાં ભાજપના સંસદીય દળની બેઠક યોજાઈ. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના વરિષ્ટ નેતાઓએ હાજરી આપી હતી. ભાજપના તમામ નેતાઓ ગળામાં પૂર્વોત્તરની પારંપારીક પટકા પહેરીને આવ્યાં હતાં. વડાપ્રધાને ત્રિપુરામાં થયેલા વિજયને વિચારધારાની જીત ગણાવી હતી.

વડાપ્રધાને સાંસદો સંબોધતા કહ્યું હતું કે, હિંસા અને નફરતની રાજનીતિને આજના દિવસે દેશભરની જનતાએ નકારે છે. તેનું મોટું ઉદાહરણ છે ત્રિપુરા. ત્રિપુરામાં ડાબેરીઓની હિંસક વિધારધારા પર ભાજપની વિચારધારાનો વિજય છે.

સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાંસદોએ મોં મીઠું કરાવીને સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પણ ભાજપના માર્ગદર્શક મંડળના સભ્ય લાલકૃષ્ણ અડવાણીને મીઠાઈ ખવડાવી હતી.

બજેટ સત્ર પાર્ટ ટૂની તૈયારી

ઉત્તર પૂર્વના 3 રાજ્યોના પરિણામો ભાજપ માટે ઉત્સાહજનક છે. માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોને એક બજેટ સત્રના બીજા રાઉંડમાં વિરોધ પક્ષના આરોપો અને હુમલાઓનો જવાબ આપવા માટે યોગ્ય રણનીતિ બનાવવાના નિર્દેશ આપ્યાં છે. ભાજપની સંસદીય દળની બેઠકમાં પૂર્વોત્તરના ચૂંટણી પરિણામોની સાથો સાથ આગામી સમયમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી અને કર્ણાટક સહિત અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તૈયારી આરંભી દેવાના નિર્દેશ આપવામાં આવ્યાં.

હવે કર્ણાટકનો વારો…ના નારા ગુંજ્યા

ભાજપની સંસદીય દળની બેઠકમાં ‘જીત હમારી જારી હૈ, અબ કર્ણાટક કી બારી હૈ’ નો નારો ગુંજ્યો હતો. કર્ણાટકમાં હાલ કોંગ્રેસની સિદ્ધારમૈયાની સરકાર છે. મોદી કર્ણાટકમાં કેટલીક રેલીઓ કરી ચુક્યા છે અને સિદ્ધારમૈયાની સરકાર પર આકરા પ્રહારો કરી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકની ચૂંટણીને ધ્યાનમાં રાખી વધુ 19 રેલીઓ કરી શકે છે.