BJYM Chief Tejasvi surya on Rahul Gandhi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાહુલ ગાંધી દેશના ‘વૉકિંગ-ટૉકિંગ મીમ’, તેમને કોઈ ગંભીરતાથી નથી લેતું: તેજસ્વી સૂર્યા

રાહુલ ગાંધી દેશના ‘વૉકિંગ-ટૉકિંગ મીમ’, તેમને કોઈ ગંભીરતાથી નથી લેતું: તેજસ્વી સૂર્યા

 | 3:31 pm IST
  • Share

ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સૂર્યા હાલ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે વડોદરા આવેલા સૂર્યાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.

હકીકતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના હિન્દુત્વને ખોટો ગણાવ્યો હતો. જેના પર પ્રહાર કરતાં ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી ઈલેક્શન બ્રાહ્મણ અને ચૂંટણી લક્ષી હિન્દુ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી આવે, ત્યારે રાહુલ ગાંધીને પોતે જનાઈધારી બ્રાહ્ણણ હોવાનું યાદ આવે છે. મારુ તો એટલું જ કહેવું છે કે, રાહુલ ગાંધી દેશના ‘વૉકિંગ-ટૉકિંગ મીમ’ છે, તેમને કોઈ ગંભીરતાથી નથી લેતું.

જણાવી દઈએ કે, BJP યુવા મોર્ચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા હાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર તેજસ્વી સૂર્યાનું ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમદાવાદના કર્ણાવતી ક્લબમાં આયોજિત એક કાર્યક્રમમાં તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર યુવાઓ માટે નવી સ્કીમો લાવી રહી છે. “સ્ટાર્ટ અપ” સહિતની યોજનાઓ યુવાઓ માટે જ છે. બેરોજગારી એક મોટો પડકાર છે, જેને નાબૂદ કરવા માટે શક્ય તમામ પ્રયત્ન થઈ રહ્યાં છે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું કે, તેઓ માત્ર ચૂંટણી સમયે જ મંદિરોમાં ના જાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો