કાળા હરણનો શિકાર મામલો: સૈફ-સોનાલી અને તબૂ સહિત પાંચ આરોપીઓને હાઈકોર્ટની નોટિસ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • કાળા હરણનો શિકાર મામલો: સૈફ-સોનાલી અને તબૂ સહિત પાંચ આરોપીઓને હાઈકોર્ટની નોટિસ

કાળા હરણનો શિકાર મામલો: સૈફ-સોનાલી અને તબૂ સહિત પાંચ આરોપીઓને હાઈકોર્ટની નોટિસ

 | 8:52 pm IST

રાજસ્થાન હાઈકોર્ટે બોલિવૂડ એક્ટરો સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબૂ સહિત પાંચ આરોપીઓને 1996માં બે કાળા હરણના મામલે નોટિસ ઇશ્યૂ કરી છે. બાકીના બે કલાકારો નીલમ કોઠારી અને દુષ્યંતસિંહ છે, જેમને નોટિસ આપવામાં આવી છે. આ મામલે અભિનેતા સલમાન ખાન પણ આરોપી છે. રાજસ્થાન સરકારે આ પાંચ લોકોને 2018માં જોધપુર કોર્ટે છોડી મૂકતા નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

કોર્ટે પુરાવાના અભાવે સૈફ અલી ખાન, તબૂ, સોનાલી બેન્દ્રે અને જોધપુર નિવાસી દુષ્યંતસિંહને મુક્ત કર્યા હતા. ઓગસ્ટ, 2018માં જોધપુર સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સલમાનને વિદેશ જતાં પહેલાં કોર્ટની મંજૂરી લેવી પડશે.સલમાન ખાન દ્વારા જ વિદેશ જવાની મંજૂરી માટે અપીલ કરવામાં આવી હતી.

શું છે કાળા હરણનો કેસ
પાછલા વર્ષે અભિનેતા સલમાન ખાનને વર્ષ 1998માં બે કાળા હરણનો શિકારને મામલે દોષિત માન્યા હતા અને એપ્રિલ, 2018માં તેમને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. આ ઘટના સલમાન ખાન અને બાકીના એક્ટર રાજસ્થાનમાં ફિલ્મ ‘હમ સાથ-સાથ હૈ’નું શૂટિંગ કરવા ગયા હતા, ત્યારની છે. સરકારી વકીલના જણાવ્યા મુજબ આ બધા કલાકારો રાત્રે જિપ્સીમાં સવાર થયા હતા, જ્યારે સલમાન ખાન જિપ્સી ચલાવી રહ્યા હતા. તેમણે હરણોનું ઝૂંડ જોઈને ગોળીઓ ચલાવી હતી, જેમાં બે હરણોનાં મોત થયાં હતાં, જ્યારે લોકોએ તેમને જોયા અને પીછો કર્યો ત્યારે આ કલાકારો મૃત હરણોને ઘટનાસ્થળે છોડીને ભાગી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન