ઘરે 'બ્લેક ફોરેસ્ટ કેક' બનાવીને તમારા વેલેન્ટાઇનની ખુશીમાં કરી દો ડબલ વધારો - Sandesh
  • Home
  • Food & Travel
  • ઘરે ‘બ્લેક ફોરેસ્ટ કેક’ બનાવીને તમારા વેલેન્ટાઇનની ખુશીમાં કરી દો ડબલ વધારો

ઘરે ‘બ્લેક ફોરેસ્ટ કેક’ બનાવીને તમારા વેલેન્ટાઇનની ખુશીમાં કરી દો ડબલ વધારો

 | 10:30 am IST

સામગ્રી
250 ગ્રામ મેંદો
150 ગ્રામ દળેલી ખાંડ
100 ગ્રામ બટર
1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર
2 કપ દૂધ
1/2 ચમચી સાજીના ફૂલ
11/2 ટેબલ સ્પૂન કોકો પાવડર
3 ટેબલ સ્પૂન ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર

આઈસીંગ માટે
250 ગ્રામ ફ્રેશ ક્રીમ
100 ગ્રામ આઈસીંગ સુગર
1 કપ છીણેલી ચોકલેટ
1/4 ટી સ્પૂન વેનીલા એસેન્સ

ગાર્નીશીગ માટે
ટીન ચેરી

બનાવવાની રીત

સૌ પ્રથમ બટરમાં દળેલી ખાંડ ઉમેરી ખુબ જ ફીણી હલકું કરવું. ત્યારબાદ તેને બાજુ પર રાખવું. હવે મેંદો, બેકિંગ પાવડર, સાજીના ફૂલ, કોકો પાવડર તથા ડ્રીન્કીંગ ચોકલેટ પાવડરને ભેગા કરી 3 થી 4 વાર ચાળી લેવું. હવે બટરવાળા મિશ્રણને લઇ તેમાં થોડું દૂધ નાખી ફીણી લેવું. ત્યારબાદ તેમાં ધીમે-ધીમે મેંદાવાળું મિશ્રણ અને દૂધ નાખતા જવું અને બિટરથી બીટ કરતા જવું.

એક જ દિશામાં બીટ કરવું. લગભગ 10 મિનીટ માટે બીટ કરતા રહેવું. ગ્રીસ કરેલા માઈક્રો ઓવન પ્રૂફ બાઉલમાં રેડી માઈક્રો મીડીયમ પર 8 મિનીટ માટે રાખવું. કેક ઠંડી થઇ જાય એટલે વાયર રેક પર અન મોલ્ડ કરી લેવી. બરોબર ઠંડી થાય એટલે તેના વચ્ચેથી 2 ભાગ કરી બન્ને ભાગ પર સુગર સીરપથી શોકીંગ કરવું. અને પછી આઈસીંગ કરવું.

આઈસીંગ કરવા માટે ક્રીમના બાઉલને બરફવાળા વાસણમાં મૂકી તેમાં આઈસીંગ સુગર તથા વેનીલા એસેન્સ નાખી બિટર કે ચમચા વડે બીટ કરવું. તૈયાર થયેલા આઈસીંગને કેકના બે ભાગની વચ્ચે તથા કેકની ઉપર લગાવી લો. ત્યારબાદ તેના પર છીણેલી ચોકલેટ ભભરાવો. ઉપર ચેરી મૂકી સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન