Black Market of Tobacco in lockdown in Jasdan, Jamnagar
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લોકડાઉનમાં તમાકુના કાળાબજાર: 10 લાખનો પાન-બીડીનો જથ્થો સીલ કર્યો

લોકડાઉનમાં તમાકુના કાળાબજાર: 10 લાખનો પાન-બીડીનો જથ્થો સીલ કર્યો

 | 7:35 am IST
  • Share

જસદણમાં પાન-મસાલા,ગુટખા અને બીડી-સિગારેટના ધુમ કાળાબજાર થઈ રહ્યા છે તેવા સમયે પ્રાંત અધિકારીએ આજે જુદીજુદી ટીમો બનાવી કુલ રૂ.૧૦ લાખની કિંમતનો જથ્થો સીલ કરી સબંધિત લોકો સામે વિંછીયાના નાયબ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.લોકડાઉનના સમયમાં બંધાણીઓ દસ ગણા ભાવો આપી આ તમાકુની પ્રોડકટ ખરીદી રહ્યા છે અને કાળાબજારીયાઓ મનફાવે તેવા પૈસા પડાવી રહ્યા છે.

જસદણના પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચરના માર્ગદર્શન હેઠળ જુદીજુદી ટીમો બનાવવામાં આવી હતી અને શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વિંછીયા સત્યજીત સોસાયટીમાં રહેતા રાજુભાઈ કાંતિભાઈ જણાસી અને દેવધરી ગામે રહેતા કલ્પેશભાઈ રણછોડભાઈ રોજાસરા, અમરાપુર ગામે અશોક ગોરધનભાઈ રોજાસરા પાસેથી બીડી-સિગોરટ અને જુદીજુદી બ્રાન્ડની તમાકુ, ગુટખા, સોપારી વિગેરે મળી આવ્યા હતા. વિંછીયામાંથી રૂ.૯૧૯૨૦૦, અમરાપુર- રૂ.૧૦૯૪૫ અને દેવધરીમાંથી રૂ.૪૮૦૦ મળી કુલ રૂ.૧૦ લાખનો જથ્થો સીલ કરી આ શખ્સો સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જયારથી લોકડાઉનનો અમલ શરૂ થયો છે ત્યારથી પાન-બીડી વેચતા વેપારીઓ દ્વારા બેફામ કાળાબજાર કરવામાં આવી રહ્યા છે.કાળાબજારીયાઓ સામે તંત્ર દ્વારા અચાનક જ પગલા લેવામાં આવતા આવા લોકોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

જામનગરમાં તમાકુ-સોપારીનું વેંચાણ કરતાં ૪ શખસો ઝડપાયા

જામનગર : જામનગર શહેરના યોગેશ્વરનગરમાં તમાકુ-સોપારીનું વેંચાણ કરતાં ૪ શખસોને પોલીસે રૂા.૧.૬૭ લાખના જથ્થા સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી આરંભી છે. લોકડાઉનના કારણે તમાકુ, ગુટકા, બીડી ઉપર વેંચાણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે જામનગર શહેરના ગુલાબનગર નજીક આવેલા યાર્ડ વાળા રસ્તાર ઉપર આવેલા યોગેશ્વરનગરમાં ઘરના ફળીયામાં તમાકુ તથા સોપારી રાખી ખરીદ વેંચાણ અમુક શખસો કરતાંં હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પીએસઆઈ એમ.વી.મોઢવાડીયાએ સ્ટાફના યોગરાજસિંહ રાણા, મહાવીરસિંહ, સંદિપભાઈ ચુડાસમા, મુકેશસિંહ રાણા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. તમાકુ-સોપારીનું વેંચાણ કરતાં જીજ્ઞેશ રણછોડભાઈ ચાવડા, કિશન સુરેશભાઈ ચાવડા, મનિષ હિરાભાઈ પણસારા, સંજય શિવજીભાઈ ગમડીયાને પોલીસે પકડી લીધા હતાં અને તેના કબ્જામાંથી રૂા.૧,૬૩,૬પ૦ની કિંમતનું તમાકુ અને સોપારીનો જથ્થો કબ્જે કર્યો હતો અને ચારેય શખસો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી આરંભી છે.

ભાયાવદરમાં દૂધની આડમાં પાન-માવાનો વિડીયો : માલિક સામે પોલીસે ગુનો નોંધ્યો

ભાયાવદરઃ ભાયાવદરમાં હોમગાર્ડના માજી કમાન્ડની દૂધની ડેરીમાં દૂધના વેપારની આડમાં પાન-ફાકીના વેચાણનો વિડીયો વાઈરલ થતા પોલીસે ડેરીમાં તપાસ હાથ ધરી હતી. લૉકડાઉનમાં પાન-માવાની દુકાનો બંધ હોઈ કેટલાક લોકો દ્વારા કાયદાનો ભંગ કરી પાન-માવા-બીડીનું ધૂમ વેચાણ થતુ હોવાની ફરિયાદો બહાર આવી છે. ભાયાવદરમાં વાઈરલ થયેલા વિડીયો અંગે પીએસઆઈ ચાવડાએ જણાવ્યું કે, ડેરીમાં તપાસ કરવામાં આવેલી પરંતુ કોઈ પાન-બીડી-માવાનો જથ્થો હાથ લાગ્યો નથી. આ ડેરીમાં તપાસ કરતા ત્યાં માસ્ક પહેર્યા વગર બેઠેલા હોઈ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.

આ વીડિયો પણ જુઓ: સાબરકાંઠા પોલીસ વિરૂદ્ધ મુખ્ય સચિવને રજૂઆત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન