કાળાબજાર રોકવા 75 જથ્થાબંધ માર્કેટમાં અધિકારીઓ નિમાયા - Sandesh
  • Home
  • Gujarat
  • કાળાબજાર રોકવા 75 જથ્થાબંધ માર્કેટમાં અધિકારીઓ નિમાયા

કાળાબજાર રોકવા 75 જથ્થાબંધ માર્કેટમાં અધિકારીઓ નિમાયા

 | 2:11 am IST

। ગાંધીનગર ।

રાજ્યમાં લોકડાઉનની સ્થિતિમાં શાકભાજી અને ફળોમાં કાળાબજાર રોકવા માટે શાકભાજી અને ફળોનો જથ્થાબંધ વેપાર કરતા ૭૫ એપીએમસીને તેમના વિસ્તારના ગલી-મહોલ્લા-સોસાયટીઓમાં નાના વાહનો-ટેમ્પા-છકડા-લારીઓ મોકલી વાજબી ભાવથી વેચાણ કરવા સૂચના અપાઈ છે. જેને પગલે નડિયાદ અને સુરતમાં આવી વિતરણ વ્યવસ્થા શરૂ થઈ ચૂકી છે, જ્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના જથ્થાબંધ માર્કેટ્સને આ પ્રકારની તાકીદ કરાઈ છે.

ગુરુવારે ૫૯ હજાર ક્વિન્ટલ શાકભાજી વેચાયા

કેન્દ્રીય માર્ગર્દિશકાને પગલે ઇંડાં, ચિકન, માંસ, મચ્છીના વિતરણની છૂટ અપાઈ છે. રાજ્યમાં ૭૫ જથ્થાબંધ બજારો દ્વારા ૬૧૦ ક્વિન્ટલ કેળાં, ૯૭૦ ક્વિન્ટલ સફરજન અને ૧,૧૦૦ ક્વિન્ટલ અન્ય ફળો મળીને કુલ ૨,૬૮૦ ક્વિન્ટલ ફળો હરાજી દ્વારા વેચાયા હતા. જ્યારે ૧૩,૬૫૫ ક્વિન્ટલ બટાટાં, ૪,૩૫૦ ક્વિન્ટલ ડુંગળી મળીને કુલ ૫૯ હજાર ક્વિન્ટલ શાકભાજી વેચાયા હતા.

રાજ્યમાં રોજ દૂધસંઘોમાં ૩ કરોડ લિટર આવક

રાજ્યમાં ૧૮ દૂધસંઘોમાં રોજેરોજ દૂધ મંડળીઓ મારફતે ૨ કરોડ ૪ લાખ લિટર છૂટું દૂધ જમા થાય છે, તદુપરાંત બીજા રાજ્યોમાં પણ ૯૬ લાખ લિટર દૂધ આવે છે. રોજની આ ૩ કરોડ લિટર દૂધની આવક સામે ગુરુવારે સવારે ૫૦ લાખ લિટર અને સાંજે ૫ લાખ લિટર પાઉચ દૂધ અમૂલના ૧,૬૦૦ જેટલા પાર્લરો દ્વારા વિતરણ માટે અપાયું હતું. બુધવાર કરતાં ગુરુવારે વધારે દૂધની ખપત રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન