કાળા નાણાં દેશમાં આવ્યા નહીં અને ધોળા બહાર જતા રહ્યા : કોંગ્રેસ - Sandesh
  • Home
  • India
  • કાળા નાણાં દેશમાં આવ્યા નહીં અને ધોળા બહાર જતા રહ્યા : કોંગ્રેસ

કાળા નાણાં દેશમાં આવ્યા નહીં અને ધોળા બહાર જતા રહ્યા : કોંગ્રેસ

 | 4:21 am IST

 

નવી દિલ્હી, તા. ૫

સંસદના બીજા સત્રનો બીજો તબક્કો ભારે વિરોધ સાથે શરૂ થયો હતો. લોકસભા અને રાજ્યસભાની કામગીરી જ વિરોધ સાથે શરૂ થઈ હતી. લોકસભા અને રાજ્યસભાની કામગીરી શરૂ થતાની સાથે જ પીએનબી કાંડનો જોરશોરથી ઉલ્લેખ થયો હતો. આ સાથે જ બંને ગૃહોને એક કલાક માટે મુલતવી રાખવા પડયા હતા. બાર વાગ્યે લોકસભામાં વધારે હોબાળો થયો ઔહતો. ત્યારબાદ ગૃહની કામગીરી મૂલતવી રાખવી પડી હતી. રાજ્યસભામાં પણ સ્થિતિ કાબૂ બહાર જતાં એક દિવસ માટે કામગીરી અટકાવવામાં આવી હતી.

લોકસભાની કામગીરી શરૂ થતાની સાથે જ સભાપતિ સુમિત્રા મહાજને જણાવ્યું હતું કે, ઘણા સભ્યો દ્વારા વિવિધ મુદ્દે સ્થગન પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે પણ હાલમાં તેને કોઈ મંજૂરી આપવામાં આવી નથી. ત્યારબાદ ટીડીપીના સાંસદ વેલમાં ધસી આવ્યા અને જોરદાર સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. સુમિત્રા મહાજને ત્યારબાદ નાગાલેન્ડના લોકસભાના સાંસદ નેફ્યુ રિયાના રાજીનામાને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ વિરોધપક્ષો દ્વારા પીએનબી કાંડ અને નીરવ મોદી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકસભામાં ભારે હોબાળો થતાં કામગીરી મંગળવાર સુધી મુલવતી રાખવામાં આવી હતી.

સરકાર કોઈ વિષયે વાત કરવા તૈયાર જ નથી

રાજ્યસભામાં વિપક્ષો દ્વારા આંધ્ર પ્રદેશનો મુદ્દો, પીએનબી કાંડ અને અન્ય કૌભાંડોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ સાથે જ ૨૦ મિનિટ માટે કામગીરી અટકાવવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી વિપક્ષોએ જણાવ્યું કે, પીએનબી કાંડ અને અન્ય મુદ્દે નોટિસ આપવામાં આવી છે. ગૃહમાં આ અંગે ચર્ચા થવી જોઈએ કારણ કે તે મહત્ત્વનો મુદ્દો છે. સરકાર કોઈ વિષયે વાત કરવા તૈયાર જ નથી. કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે ભાજપ ઉપર આકરાં પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, બેન્કોમાં થયેલા ગોટાળા મુદ્દે અમે નોટિસ પાઠવી હતી. દેશના વેપારીઓ પૈસા લઈને વિદેશ જતા રહે છે અને પછી પરત આવતા નથી. જતિન મહેતાથી માંડીને નીરવ મોદી સુધી આવું જ થયું છે. પીએમ મોદી કહેતા હતા કે, વિદેશમાંથી કાળા નાણાં પરત લઈ આવીશું પણ અહીંયાં કાળા નાણાં લાવવાનું તો દૂર રહ્યું, દેશના ધોળા નાણાં વિદેશ જઈ રહ્યા છે. બેન્કો ખાલી થઈ રહી છે. આ મુદ્દે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી દ્વારા તપાસ થવી જોઈએ.