Black Ring Spotted in Sky of Pakistan's Lahore, People Scared Alien
  • Home
  • Videos
  • Featured Videos
  • લાહોરના અવકાશમાં સાક્ષાત દેખાતા એલિયન!!! લોકોમાં ફફડાટ… Video આવ્યો સામે

લાહોરના અવકાશમાં સાક્ષાત દેખાતા એલિયન!!! લોકોમાં ફફડાટ… Video આવ્યો સામે

 | 3:22 pm IST

પાકિસ્તાનના લાહોર શેહેરમાં આકાશમાં એક કાળા રંગની રિંગ નજરે પડી હતી. જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જાગી હતી. આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો કહી રહ્યાં છે કે, આ રિંગ એલિયન દ્વારા બનાવવામાં આવી હોઈ શકે. જ્યારે કેટલાક લોકો આ કાળા રંગની રિંગને ખરાબ સમયની નિશાની ગણાવી રહ્યાં છે. લોકો તેને આફત નોંતરનારી રિંગ તરીકે વર્ણવી રહ્યાં છે. જ્યારે કેટલાક લોકો તેને શેતાની વાદળ ગણાવી રહ્યાં છે. આ કાળી અને ગોળ રિંગ લાહોરવાસીઓમાં ભારે ચર્ચાસ્પદ બની છે.

આ રિંગથી લોકોમાં ફફડાટ પણ પેદા થયો છે. જોકે કેટલાક લોકો આ ઘટનાની મજાક પણ ઉડાવી રહ્યાં છે. લોકોનું કહેવુ છે કે, આ કાળી રિંગ એટલે બની છે કે, લાહોરમાં ભારે વાયુપ્રદૂષણ છે. શહેરના લોકો સ્મોકિંગ કરીને રિંગ બનાવી રહ્યાં છે. પણ ખરેખર આ રિંગ શેના કારણે બની તેને લઈને હજી સસ્પેન્સ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન