કાળા તલના આ ટોટકા કરવાથી દૂર થશે દુર્ભાગ્ય - Sandesh
  • Home
  • Astrology
  • કાળા તલના આ ટોટકા કરવાથી દૂર થશે દુર્ભાગ્ય

કાળા તલના આ ટોટકા કરવાથી દૂર થશે દુર્ભાગ્ય

 | 5:24 pm IST

જીવનમાં આવતી સમસ્યાઓ અને દુર્ભાગ્યને દૂર કરવાના કેટલાક ચમત્કારી ઉપાયો જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાય અલગ અલગ વસ્તુઓથી કરવામાં આવે છે. આજે જાણો આવી જ એક વસ્તુ જે છે કાળા તલ, તેના ઉપયોગથી થતા ચમત્કારી ઉપાયો વિશે. આ ઉપાયો કરવાથી કુંડલીના ગ્રહ દોષ શાંત થાય છે.

  • રોજ એક કળશમાં પાણી ભરી તેમાં કાળા તલ ઉમેરી શિવલિંગનો જળાભિષેક કરવો. જળાભિષેક કરતી વખતે ॐ નમ: શિવાય મંત્રનો જાપ કરવો. જળ ચઢાવ્યા પછી શિવજીને ફૂલ અને બિલીપત્ર ચઢાવવા. આ ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થવાની સંભાવના વધી જાય છે.
  • કુંડળીમાં શનિ દોષ હોય તે સાડાસાતી હોય તો શનિવારે કાળા તલ વહેતા પાણીમાં પધરાવવા. આ ઉપાય કરવાથી શનિ દોષ શાંત થાય છે.
  • દૂધમાં કાળા તલ ઉમેરી પીપળા પર ચઢાવવા. આમ કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે. આ ઉપાય પણ શનિવારે કરવો.
  • કાળા તલનું દાન કરવાથી રાહુ-કેતૂ સંબંધિત દોષ પણ દૂર થાય છે.
  • દર શનિવારે કાળા તલ અને અડદને કાળા કપડામાં બાંધી અને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરવું. આ ઉપાયથી પૈસાની તંગી દૂર થાય છે.
  • શનિ પીડા જેને નડતી હોય તેણે નિયમિત રીતે શિવલિંગ પર કાળા તલ ચઢાવવા.