ક્વેટાની એલ ખૈર હોસ્પિટલ પાસે વિસ્ફોટ, અનેકના મોતની આશંકા - Sandesh
  • Home
  • Featured
  • ક્વેટાની એલ ખૈર હોસ્પિટલ પાસે વિસ્ફોટ, અનેકના મોતની આશંકા

ક્વેટાની એલ ખૈર હોસ્પિટલ પાસે વિસ્ફોટ, અનેકના મોતની આશંકા

 | 11:10 am IST

પાકિસ્તાનના ક્વેટામાં અલ ખૈર હોસ્પિટલ પાસે  ગુરુવારે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયાની આશંકા સેવાય છે. વિસ્ફોટમાં ચાર સુરક્ષા કર્મચારીઓ સહિત 13ને ઈજા થઈ છે.

બચાવ અને રાહત કાર્યમાં સામેલ કાર્યકરોએ જણાવ્યું હતું કે બલુચિસ્તાનના પાટનગર ક્વેટામાં થયેલો વિસ્ફોટ ખૂબ જ પ્રચંડ હતો. વિસ્ફોટને કારણે આસપાસની ઈમારતોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતાં.

વિસ્ફોટ હોસ્પિટલ પાસે રસ્તા પર થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં હોસ્પિટલને નહીં પણ પોલીસ વાનને નિશા બનાવવામાં આવી હતી. આ દેશી બનાવટનો બોમ્બ હતો અન તેમાં ત્રણથી ચાર કિલો જેટલી વિસ્ફોટક સામગ્રી હતી. રિમોટ કન્ટ્રોલથી આ વિસ્ફોટ કરાયો હતો.

વિસ્ફોટ સ્થળે પહોંચી સુરક્ષા દળોએ વિસ્ફોટ સાથે સંકળાયેલા પુરાવા એકઠા કર્યા છે. જ્યારે બચાવ કાર્યકરોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરી છે. ક્વેટામાં સોમવારે સિવિલ હોસ્પિટલમાં પ્રંચડ વિસ્ફોટ થતાં 100 જેટલા લોકોના મોત થયા હતાં. મૃત્યુ પામેલાઓમાં મોટા ભાગે પત્રકારો અને વકીલોનો સમાવેશ થતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન