Bleeding During First Time Intimacy? such confused misconceptions
  • Home
  • Featured
  • પ્રથમ વખત સંભોગ દરમિયાન બ્લીડિંગ જરૂરી? જાણો આવી કેટલી ગેરસમજ અંગે

પ્રથમ વખત સંભોગ દરમિયાન બ્લીડિંગ જરૂરી? જાણો આવી કેટલી ગેરસમજ અંગે

 | 4:34 pm IST

સેક્સને લઇને આપણા સમાજમાં અનેક પ્રકારની ગેરસમજ હોય છે. આ ગેરસમજ આજથી નહીં પરંતુ વર્ષોથી રહેલી છે. ખાસ વાત એ છે કે આપણામાંથી ઘણા લોકો તેની પર વિશ્વાસ પણ કરે છે. જેમ કે, પહેલી વખત સેક્સ કરવા પર મહિલાના પ્રાઇવેટ પાર્ટથી બ્લીડિગ હોવી જોઇએ। પરંતુ કદાચ જ લોકો જાણે છે કે આ ગેરમાન્યતાઓ અને ગેરસમજના કારણથી સેક્શુઅલ લાઇફ પર ખરાબ અસર પડે છે. આવો જાણીએ સેક્સથી જોડાયેલી કેટલી એવી ગેરમાન્યતાઓ અને ગેર સમજ અંગે જે ખૂબ ચર્ચિત છે.

માનવામાં આવે છે કે ફર્સ્ટ ટાઇમ સેક્સ દરમિયાન મહિલાના પ્રાઇવેટ પાર્ટથી બ્લીડિંગ હોવી અનિવાર્ય છે. આ તેમની વર્જનિટીનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. બ્લીડિંગ થવા ન થવાની સીધો સંબંધ હાઇમન પર થાય છે. જ્યારે સેક્સ દરમિયાન હાઇમન પર દબાણ પડે છે તો તે ફાટી જાય છે. જેના કારણથી પ્રાઇવેટ પાર્ટથી લોહી નીકળવા લાગે છે. પરંતુ આ પણ સમજવાની જરૂર છે કે દરેક મહિલામાં હાઇમનની રૂપરેખા અલગ હોય છે અને જરૂરી નથી કે દરેક મહિલામાં હાઇમનમાં ફાટવા પર બ્લીડિંગ થાય.

તે સિવાય એવું પણ માનવામાં આવે છે કે સેક્સ માટે પુરૂષના પ્રાઇવેટ પાર્ટની સાઇધઝ વધારે મેટર કરે છે. માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પોતે પુરૂષ પણ એવું માને છે. જ્યારે સત્ય તો એવું છે કે સેક્શુઅલ પ્લેઝરથી પ્રાઇવેટ પાર્ટની સાઇઝથી કઇ લેવા દેવા નથી. એક રિપોર્ટ અનુસાર પુરૂષોના પ્રાઇવેટ પાર્ટની દુનિયામાં સરેરાશ સાઇઝ ઇરેક્ટ થવા પર 5.1 ઇંચ છે અને લવમેકિંગનો અનુભવ સાઇઝ પર નિર્ભર કરે છે. પાર્ટનરની સાથે તમારુ લવમેકિંગ અનુભવ કેવો રહેશે તે આ વાત પર નિર્ભર કરે છે તેમની સાથે તમારુ કનેક્શન કેવું છે.

પુરૂષો અને મહિલાઓની વચ્ચે એક સામાન્ય ધારણા છે કે જો કોન્ડોમ ટાઇટ હશે તો તે પ્રેગનેન્સી અને સેક્સ સંબંધી અન્ય બીમારીઓથી બચવામાં મદદ કરશે. પરંતુ સત્ય તો એ છે કે ટાઇટ કોન્ડોમના કારણથી તે ખૂબ પરેશાન રહે છે અને તમે એન્જોય પણ કરી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન