Blemishes on the face, Rashes, remedies to avoid wrinkles
  • Home
  • Featured
  • ચહેરા પર ડાઘા, કરચલીથી બચવા માટેના ઉપાયો, કેટલાક વિટામીન થશે મદદગાર

ચહેરા પર ડાઘા, કરચલીથી બચવા માટેના ઉપાયો, કેટલાક વિટામીન થશે મદદગાર

 | 6:34 pm IST

 

વિટામીન શરીર અને ચામડીને પોષણ આપવામાં મદદગાર સાબિત થાય છે. જો શરીરમાં વિટામીનની ઉણપ હશે તો ચહેરા પર ડાઘા, કરચલી, રેશિસ, ડ્રાયનેસ વગેરે જેવી ઘણી સમસ્યાઓ થાય છે. સુંદર અને સ્વસ્થ ચામડી માટે ભોજનમાં ઉમેરો આ વિટામીન

વિટામીન A

તેને રેનિટૉલ કહેવામાં આવે છે. તે નવી કેશિકાઓના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. જે ખીલ અને કરચલીના કારણે ઉંમર વધારતા સંકેતો સામે લડવામાં સક્રિય રીતે કામ કરે છે. તે ગાજર, શક્કરિયા, ઈંડા, ડેરી પ્રોડક્ટ અને પાલક જેવા ખાધ્ય પદાર્થોમાંથી મળે છે.

વિટામીન B3

આ વિટામીન સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા માટેના 8 જરૂરી વિટામીનમાંથી એક છે. આ પાણીમાં ઓગળી જતા વિટામીનમાંથી એક છે., જે પોતાના વિરોધી ગુણો માટે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ ખીલ, ડાઘા, હાઈપરટેન્શન જેવી ચામડીના બીમારીઓના ઈલાજ માટે કરવામાં આવે છે. ચિકન, ટ્યૂના, સામન, મગફળી, લીલા વટાણા, મશરૂં અને બટેટામાંથી વિટામીન B3 મળે છે.

વિટામીન C

તેના ઍન્ટિ-ઑક્સિડેન્ટ ગુણો ખીલ થતા અટકાવે છે. પર્યાપ્ત વિટામીન C લેવાથી ચામડીનું રિપૅરિંગ અને કરચલી ઓછી કરવામાં મદદ મળી શકે છે. ખાટા ફળો, સ્ટ્રોબરી, ટામેટા, કેરી, બ્રોકલી, લીંબુ વગેરેમાંથી આ વિટામીન મળે છે.

વિટામીન E

તેને ટોકોફેરોલના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. વિટામીન E એક શક્તિશાળી ઍન્ટિ-ઑક્સિડેન્ટ છે જે ચામડીને રજકણોથી બચાવે છે. બદામ, હેઝલનટ, સર્યમૂખીના બીજ, જૈતુનનું તેલ, મકાઈ અને કેરીમાંથી મળે છે.

આમ વિવિધ સમસ્યાઓથી  બચવા માટે શરીર માટે વિટામીન ખુબ જ ઉપયોગ નિવડે છે. 

આ વીડિયો પણ જૂઓઃ  કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયા હોમ ક્વોરન્ટાઈન

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન