In Saturday Blessing of lord hanuman Do This Remade
  • Home
  • Astrology
  • શનિવારે કરી લો બસ આ કામ, સંકટમોચન હનુમાન દૂર કરશે તમામ સંકટ

શનિવારે કરી લો બસ આ કામ, સંકટમોચન હનુમાન દૂર કરશે તમામ સંકટ

 | 9:32 am IST

શનિવારનો દિવસ હનુમાનજીની કૃપા મેળવવા માટે અને પ્રસન્ન કરવા માટે ખુબજ મહત્વપૂર્મ માનવામાં આવે છે. એવુ ભાગ્યે જ કોઈ હશે જેને ક્યારેય કોઈ સમસ્યા ન આવી હોય આવા સમયે આપણા શાસ્ત્રોમાં કેટલાક મહત્વના ઉપાયો દર્શાવાયા છે.

આપણે સૌ સંકટ મોચક એવા હનુમાનજીની અપાર તાકાત અને સિદ્ધિઓ અંગે સારી રીતે પરિચીત છીએ. અષ્ટસિદ્ધના દાતા હનુમાનના મંદિરે જઈ આ એક ઉપાય કરવાથી પરમ રામભક્ત અને શિવજીનો અગિયારમો અવતાર એવા હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. શનિવારે હનુમાનજીના મંદિરે જઈને કરશો પ્રાર્થના તો ભગવાન જરૂરથી તમારી ઇચ્છા પૂર્ણ કરશે.

આ પણ વાંચો: ક્યા ક્યા હોય છે વાસ્તુના પંચ દોષ, શું પડે છે તેનો પ્રભાવ

હનુમાનજીના મંદિરે જઈને તેલની અંદર સાત અડદના દાણા નાંખીને ચડાવો. હનુમાનજીને આંકડાની માળા ખુબજ પ્રિય છે તેથી તેમને આંકડાની માળા અર્પણ કરો. સિંદુર ચડાવો. હનુમાનજીના મંદિરે કેળાનો પ્રસાદ ધરાવો અને રમતા બાળકોને આપી દો આ તમામ ઉપાય કરવાથી હનુમાનજી તરત જ પ્રસન્ન થાય છે.

શનિવારના દિવસે સવારે કે સાંજે હનુમાનજીના મંદિરમાં જઈને ગાયના ઘીનો દીવો પ્રગટાવી હનુમાનજીની સામે સિંદૂર રાખી કુશના આસન પર બેસીને હનુમાનજીની ખુબજ પ્રિય એવી સ્તુતીનો પાઠ કરો. આવું કરવાથી હનુમાનજી તમામ સંકટ દૂર કરશે.

હનુમાન ચાલીસાનો પાઠ અગિયાર વાર કરો અને હનુમાનજીને ભાવ પૂર્વક પ્રાર્થના કરો. બાળકોને પુસ્તકો આપો કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને અડદનું દાન આપો. ભોજનમાં અડદની દાળ આરોગો. ચુરમાના લાડુ બનાવી પ્રસાદ તરીકે હનુમાનજીને ધરાવી રમતા બાળકને ખવડાવો.

શનિવારે કુંવારી કન્યાઓને ગોરણી તરીકે આમંત્રણ આપી તેને ભોજન કરાવો જમ્યા પછી એક સોપારી, તુલસી દલ, એક ફળ, શણગાર દાનમાં આપો. જતી વખતે આ કન્યાઓને ખીરનો પ્રસાદ સાથે આપો આવું કરવાથી તમારી દરેક ઇચ્છા પૂર્ણ થશે.

આ Video જુઓ: કોણ છે રામદેવપીર બાબા અને કેમ તેમને કૃષ્ણ અવતાર મનાય છે ?, જાણો રોચક કથા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન