Blind Date: An opportunity to meet 'Unseen, Unknown'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • બ્લાઈન્ડ ડેટ: ‘અનદેખા, અનજાના સા’ને મળવાનો અવસર, પરંતુ ધ્યાનમાં રાખો આ વાતો

બ્લાઈન્ડ ડેટ: ‘અનદેખા, અનજાના સા’ને મળવાનો અવસર, પરંતુ ધ્યાનમાં રાખો આ વાતો

 | 3:48 pm IST
  • Share

આજકાલ યુવાઓ પ્રેમ પ્રસંગોને નહીં, પણ શોર્ટ ટાઈમ અફેર જેવા સંબધોને પ્રાથમિકતા આપે છે. કોઈ પણ પ્રકારની પ્રતિબદ્ધતાથી બચવા માટે યુવક-યુવતીઓ બ્લાઈન્ડ ડેટને એક શ્રેષ્ઠ વિકલ્પ માને છે. કોઈ પણ પ્રકારના સમર્પણ કે પ્રતિબદ્ધતા વગર એકબીજાને મળવું, રોમાન્ટિક સમય વીતાવવો, ભેટ આપવી વગેરે બ્લાઈન્ડ ડેટની વિશેષતા છે. બ્લાઈન્ડ ડેટની ફળશ્રુતિ પરમેનન્ટ (લગ્ન) કે ટેમ્પરરી રિલેશનશીપ હોઈ શકે છે.

બ્લાઈન્ડ ડેટ દરમિયાન મળનારા બંને લોકોના મનમાં ડર અને એક પ્રકારનો તણાવ હોય છે અને તેમને એક સવાલ મનમાં રહ્યાં કરે છે કે જે વ્યક્તિને તેઓ મળી રહ્યા છે તે કેવી હશે, કેવી દેખાતી હશે વગેરે. બ્લાઈન્ડ ડેટ મજાની હોય છે, તેમ છતાં એ સમજવું મુશ્કેલ હોય છે કે બ્લાઈન્ડ ડેટ સફળ થશે કે નહીં? કારણ કે તે બંને મળનારી વ્યક્તિઓ પર નિર્ભર કરે છે. ક્યારેક એવું પણ બને કે તમે સામી વ્યક્તિ માટે જે ધારણાઓ કે આશાઓ રાખી હોય, તે વ્યક્તિ તેવી ન પણ નીકળે!

બ્લાઈન્ડ ડેટ વિશે એવું કહી શકાય કે તે એવી મુલાકાત છે જેમાં બંને વ્યક્તિ એકબીજાને મળવા માટે ઉત્સાહિત હોય છે અને તેમને આશા હોય છે કે આ મુલાકાતથી તેમના રોમાન્ટિક જીવનમાં થોડા સકારાત્મક પરિવર્તનો આવશે.

શું હોય છે બ્લાઈન્ડ ડેટ?

બ્લાઈન્ડ ડેટનો અર્થ એ છે કે જે પાર્ટનરને તમે ડેટ કરવા માટે જઈ રહ્યા છો તેને તમે નથી જાણતા કે તે વ્યક્તિ તમને નથી જાણતી હોતી. બંને જણ એકબીજાથી અજાણ હોવ છો. ઇન્ટરનેટ પર આજકાલ એવી ઘણી સાઈટ્સ છે જે બ્લાઈન્ડ ડેટ અરેન્જ કરાવે છે. તેના માધ્યમથી યુવક-યુવતીઓ પોતાનો પાર્ટનર પસંદ કરે છે. આ સિવાય બે લોકો સોશિયલ નેટર્વિંકગના માધ્યમથી મળે છે અને એકબીજાની સાથે ડેટ કરવાનો પ્લાન કરે છે.

ઘણી વાર એવું પણ બને છે કે કોઈ મિત્ર તમારી બ્લાઈન્ડ ડેટ અરેન્જ કરી રહ્યો હોય છે, પરંતુ તમે નથી જાણતા કે તમારી ડેટ કોની સાથે ગોઠવાઈ છે.

ક્યારેક પરિવારના લોકો પણ યુવક કે યુવતી માટે પાત્ર પસંદ કરી રાખ્યું હોય ત્યારે તેની સાથે મુલાકાત ગોઠવે છે. તેમાં પણ તમને ખબર નથી હોતી કે સામેની વ્યક્તિ કોણ છે. આ પણ એક પ્રકારની બ્લાઈન્ડ ડેટ જ છે. જે તમે અનેક ફિલ્મોમાં જોઈ હશે.

બ્લાઈન્ડ ડેટ પર જતા પહેલાં આ બાબતોનું ધ્યાન રાખવું

બ્લાઈન્ડ ડેટને હોટ અને સેફ બનાવવા માટે કેટલીક ટિપ્સ તમે અનુસરસો તો તે યાદગાર બની રહેશે અને તમારા જીવનને રોમાન્સથી ભરી દેશે.

સૌપ્રથમ બ્લાઈન્ડ ડેટ બહુ વિશ્વાસપાત્ર નથી હોતી, ખાસ કરીને ઇન્ટરનેટના માધ્યથી તે ગોઠવાઈ હોય ત્યારે! મિત્રો અને પરિવારના લોકોની મદદથી ગોઠવાઈ હોય તે પ્રમાણમાં સુરક્ષિત હોય છે. જ્યારે ઈન્ટરનેટ (સોશિયલ મીડિયા)ના માધ્યમથી ડેટ ગોઠવાઈ હોય ત્યારે સામેવાળી વ્યક્તિને શક્ય તેટલી જાણકારી એકઠી કરવાનો પ્રયત્ન કરવો.

પોતાને આત્મવિશ્વાસથી ભરપૂર રાખો જેથી તમે સામેની વ્યક્તિને ઇમ્પ્રેસ કરી શકો.

તમારી આ ડેટની જાણકારી કોઈ ખાસ નજીકની વ્યક્તિ કે મિત્રને આપી રાખો, કારણ કે ઘણી વાર ઇન્ટરનેટના માધ્યમથી ગોઠવાતી બ્લાઈન્ડ ડેટ ફેક હોઈ શકે છે.

પહેલેથી જ ક્યાં, ક્યારે અને કેટલા વાગે મળવાનું છે તે નક્કી કરી રાખવું, આમાં છેલ્લી ઘડીએ કોઈ બદલાવ કરવો નહીં.

મોડું ન કરવું, સમયસર જવું. શક્ય હોય તો સમય પહેલાં પહોંચી જવું. જેથી કોઈ પ્રકારની ગરબડ લાગતી હોય તો તમને તેની જાણ થઈ શકે.

ડેટિંગ દરમિયાનના સમયનું ધ્યાન રાખવું. નિશ્ચિત સમયે ડેટિંગ સમાપ્ત કરી દેવું. વળી, પહેલી જ વારમાં લોંગ ડ્રાઈવ પર જવા તૈયાર ન થવું.

ડેટિંગ દરમિયાન કોઈ પણ પ્રકારનું પીણું કે જે પેક ન હોય તે પીવાનું ટાળવું.

એકદમ જોશમાં આવીને પોતાની બધી વાત ન કરવી કે મહત્ત્વની જાણકારી ન આપવી, વળી ઓવરએક્ટિંગ પણ ન કરવી. જેવા છો તેવા જ રહેવું. બનાવટી બનવાનો પ્રયત્ન ન કરવો.

ડેટ પર સામેની વ્યક્તિને બહુ ઉત્સુકતા ન બતાવશો, તેનાથી તેના પર સારી ઇમ્પ્રેશન નહીં પડે.

પોતાની પસંદ-નાપસંદ જણાવતા દરેક વાતમાં હા ન ભણવી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો