શું તમે પણ બિનજરૂરી E-mailથી છો પરેશાન, તો આ રીતે કરો બ્લોક - Sandesh
  • Home
  • Technology
  • શું તમે પણ બિનજરૂરી E-mailથી છો પરેશાન, તો આ રીતે કરો બ્લોક

શું તમે પણ બિનજરૂરી E-mailથી છો પરેશાન, તો આ રીતે કરો બ્લોક

 | 4:05 pm IST

કોઈ પણ મોબાઈલ અને લેપટોપ યૂઝર્સને વેબસાઈટ્સ પર એડ, ટ્વિટર પર ટ્રાવેલ્સ, મોબાઈલ પર બિનજરૂરી કોલ્સ, મેસેજ અને ઈનબોક્સમાં વધારાના E-mailની સમસ્યા તો હશે. કેટલીક વાર એવા E-mail આવતા હોય છે જેમાં ફિશિંગ અથવા અન્ય હેકિંગ ટ્રિક્સથી તમારા ડેટાને નુકસાન થઈ શકે છે.

આવા ફેક E-mailથી તમારું ઈનબોક્સ ભરાઈ જાય છે અને તેનાથી તમને ભારે નુકસાન પણ થઈ શકે છે. ઘણી વાર સર્વિસ પ્રોવાઈડર્સ મેલ સર્વિસને અનસબ્સ્ક્રાઈબ કરવા છતાં E-mail મોકલતા રહે છે. જો તમે G-mail યુઝર છો તો તમે આવા બિનજરૂરી E-mail બ્લોક કરી શકો છો.

આ રીતે કરો બિનજરૂરી E-mail બ્લોક :

– સૌથી પહેલા ગૂગલ પર પોતાના E-mail ID અને પાસવર્ડથી લૉગ-ઈન કરો.
– જે E-mail મોકલનાર વ્યક્તિ, ગ્રુપ અથવા સર્વિસ પ્રોવાઈડને બ્લોક કરવા માંગતા હોવ તેનું નામ સર્ચ કરો.
– E-mail ઓપન કરો.
– મેઈલ મોકલનારના નામ/IDની નીચે એક એરો દેખાશે તેના પર ક્લિક કરો.
– અહીં તમે મોકલનારનું નામ અને એડ્રેસ પર ક્લિક કરીને બ્લોક કરો.
– તમે પણ આ રીતે બિનજરૂરી E-mail અથના સિલેક્ટિવ યૂઝર્સ દ્વારા કરવામાં આવચા E-mailથી બચી શકો છો.