blue Film hobbyists pose a threat, One of the video viruses is making you blackmail
  • Home
  • Technology
  • પોર્નનાં શોખીનો પર ખતરો મંડરાયો, વીડિયોનો એક વાયરસ તમને કરી રહ્યો છે બ્લેકમેલ

પોર્નનાં શોખીનો પર ખતરો મંડરાયો, વીડિયોનો એક વાયરસ તમને કરી રહ્યો છે બ્લેકમેલ

 | 5:20 pm IST

જો તમે પણ પોર્ન ફિલ્મના શોખીન છો અને પોતાના સ્માર્ટફોન કે કોમ્પ્યુટર પર તેને જુઓ છો તો સાવધાન થઈ જાઓ. હેકર્સની સાથે એક એવો વાઈરસ હાથ લાગી ચૂક્યો છે જે પોર્ન જોતા સમયે તમારો વીડિયો બનાવી લે છે અને ત્યારબાદ દેખનારને બ્લેકમેલ કરે છે. સાઈબર સિક્યોરિટી એક્સપર્ટે એક એવા ‘સ્પેમબોટ’ને શોધી લીધો છે જે તમારા અંગત પળોને જોઈ શકે છે અને તમને તેની જાણ પણ નથી થવા દેતો.

સ્પેમબોટ એક એવો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જેના દ્વારા મેલ રિસીવ કરનારા કોમ્પ્યુટર વિશે જાણકારી ભેગી કરે છે. તે પહેલા ફ્રાન્સમાં એક એવા સ્પેમબોટની શોધ થઈ હતી જેનું નામ Varenyky હતુ. તેના દ્વારા ઘણા લોકોની ઈમેઈલ આઈડી હેક કરી લીધી હતી. પણ હવે Varenykyનું નવું વેરિએંટ સામે આવ્યું છે જે સાયબર વર્લ્ડમાં ‘સેક્ટોર્શન કેમ્પેન’ને અંજામ આપી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આના દ્વારા હેકર્સને  કોઈપણ કોમ્પ્યુટરનું એક્સેસ મળી જાય છે જે પોર્ન જોતા સમયે કોઈપણ વ્યક્તિનો વીડિયો બનાવી લે છે.

તે બાદ ઈમેઈલ દ્વારા વિક્ટિમને જણાવવામાં આવે છે કે તેની વીડિયો બનાવી લીધી છે અને તેની પાસેથી ભારે રકમની માંગણી કરી બ્લેકમેલ કરવામાં આવે છે. ઈમેઈલમાં યૂઝરને જણાવવામાં આવે છે કે વીડિયોમાં અડધી સ્ક્રીન પર બ્રાઉસરમાં દેખવામાં આવી રહેલી પોર્ન છે અને બીજી અડધી સ્ક્રીનમાં વેબકેમથી રેકોર્ડ કરવામાં આવેલો તેમનો વીડિયો છે. તે બાદ વિક્ટિમને કહેવામાં આવે છે કે જો તેણે રકમ ન ચૂકવી કે કોઈ પ્રકારની આનાકાની કરી તો વીડિયો તેના પરિવાર સદસ્યો અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવશે

જો કે હજુ સુધી એવો કોઈ મામલો સામે આવ્યો નથી જેમાં આ વાતની પૃષ્ટિ થઈ હોય કે કોઈના વેબકેમ દ્વારા તેના અંગત પળોનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હોય. હાં આવા કેસ આવે છે જેમાં યૂઝર્સની સ્ક્રીનનું કન્ટેંટને હેકર્સ વાયરસ દ્વારા રેકોર્ડ કરી લે છે પરંતુ વેબકેમ દ્વારા વીડિયો બનાવવાના દાવાની હજુ કોઈ પૃષ્ટિ થઈ નથી.

આ વીડિયો પણ જુઓ: સુરતના એક દિવ્યાંગ ચિત્રકારે 370 અને જમ્મુ કાશ્મીરનુ બનાવ્યુ ચિત્ર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન