Blue Origin Second Space Tour Success
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અંતરિક્ષ યાત્રાઃ જેફ બેજોસના બ્લૂ ઓરિજિનની બીજી ઉડાન રહી સફળ

અંતરિક્ષ યાત્રાઃ જેફ બેજોસના બ્લૂ ઓરિજિનની બીજી ઉડાન રહી સફળ

 | 11:05 pm IST
  • Share

  • જેફ બેજોસના બ્લૂ ઓરિજિનની બીજી ઉડાન રહી સફળ
  • ન્યૂ શેફર્ડ રોકેટ કેપ્સ્યૂલની આ બીજી ઉડાન હતી
  • 20 જુલાઈ બાદ આજે ફરી કર્યું સફળ લોન્ચિંગ

 

દુનિયામાં જેફ બેજોસનું નામ સતત ચર્ચામાં રહ્યું છે. આજે બેજોસના બ્લૂ ઓરિજિને એક ઈતિહાસ રચ્યો છે. બ્લૂ ઓરિજિનના ન્યૂ શેફર્ડ રોકેટ કેપ્સ્યૂલની આ બીજી ઉડાન પણ સફળ રહી છે અને સાથે આ યાનમાં સૌથી મોટી ઉંમરના વ્યક્તિ પોતાના 3 અન્ય સહયાત્રીઓની સાથે અંતરિક્ષની યાત્રા પૂરી કરી ચૂક્યા છે. ભારતીય સમયાનુસાર 8.20 મિનિટે આ યાન અંતરિક્ષમાં રવાના થયું. તેમાં 4 લોકો સવાર હતા. 90 વર્ષના વિલિયમ શૈટનર, બ્લૂ ઓરિડિનની વીપી ઓડ્રે પાવર્સ, ફ્રાંસીસી સોફ્ટવેર કંપની ડૈસો સિસ્ટમના ઉપ પ્રમુખ ગ્લન ડે રીસ અને અર્થ ઓબ્ઝર્વેશન કંપની પ્લેનેટના સહ સંસ્થાપક ક્રિસ બોશુઈજેન પણ હતા.

20 જુલાઈ બાદ આજે ફરી કર્યું સફળ લોન્ચિંગ

જેફ બેજોસની સ્પેસ કંપનીએ પોતાનું બીજું લોન્ચિંગ 20 જુલાઈ બાદ આજે કર્યું છે. પહેલા મિશનમાં જેફ બેજોસ, તેના ભાઈ માર્ક બેજોસ અને 82 વર્ષની નાસાની સભ્ય વૉલી ફંક અને 18 વર્ષની યુવા વિદ્યાર્થી ઓલિવર ડૈમેન હતી. આ સમયે અંતરિક્ષમાં જનારી સૌથી વૃદ્ધ વ્યક્તિ વૉલી ફંક બની હતી. તો આ અન્ય મિશનમાં વિલિયમ શૈટનર સૌથી વૃદ્ધ વ્યક્તિ રહ્યા હતા.

11 મિનિટની રહી બીજી ઉડાન

ન્યૂ શેફર્ડ રોકેટ અને કેપ્સ્યૂલની બીજી ઉડાન કુલ 11 મિનિટની હતી. ક્રૂને અંતરિક્ષની સીમા સુધી પહોંચ્યા બાદ 4 મિનિટ સુધી ભાર અનુભવાયો નહીં. આ પછી ન્યૂ શેફર્ડ રોકેટ બૂસ્ટર કેપ્સ્યૂલથી અલગ થશે અને રોકેટ બૂસ્ટર ધીરે ધીરે લોન્ચ પેડથી લગભગ 3 કિમી ઉત્તર દિશામાં લેન્ડિંગ સાઈટ પર આવશે. આ સમયે રોકેટ બૂસ્ટર લેન્ડ કરી રહ્યું હશે અને તે સમયે કેપ્સ્યૂલ પોતાની અધિકતમ ઉંચાઈએ હશે. આ પછી 100 કિમી ઉપરનું કારમેન લાઈનને અડીને આ કેપ્સ્યૂસ ધરતીની તરફ આવશે. લોન્ચની 2 મિનિટમાં ન્યૂ શેફર્ડ રોકેટ અવાજથી 3 ગણી ઝડપથી અંતરિક્ષની તરફ આગળ વધશે. આ રોકેટ 1029 મીટર પ્રતિ સેકંડની ગતિથી ઉપર જશે એટલે કે 3704 કિમી /કલાકની ગતિથી સ્પેસની તરફ જશે. એક મિનિટ પછી બૂસ્ટર એટલે કે રોકેટ કેપ્સ્યૂલથી અલગ થઈને જ્યાં ગ્રેવિટી નથી ત્યાં પહોંચશે. કેપ્સ્યૂલ 9 મિનિટ પછી ધરતીની તરફ આવશે. આ સમયે તેની ગતિ ઓછી કરવા પેરાશૂટ ખોલાશે. આ સમયે તે 26 કિમી/કલાકની ઝડપે જોવા મળશે. પેરાશૂટ ખોલ્યા બાદ સ્પીડ ઘટશે અને 1.6 કિમીની થશે. ધીમી રફ્તારમાં કેપ્સ્યૂલ જમીન પર લેન્ડ કરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો