BMC માં હંગામી થવા બોગસ સર્ટીનું કૌભાંડ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • BMC માં હંગામી થવા બોગસ સર્ટીનું કૌભાંડ

BMC માં હંગામી થવા બોગસ સર્ટીનું કૌભાંડ

 | 4:03 am IST
  • Share

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

ભાવનગરમાં સફાઈ કામ કરવા ૧૦ દનિયાવાળા કામદારોમાંથી હંગામી અને ત્યાર બાદ કાયમી કરવાની સિસ્ટમ છે, પરંતુ હંગામી રોજમદાર થવા માટે ૧૨૦૦ દિવસ સફાઈ કામ કર્યા હોવાનું સાબિત કરવા માટે રજુ કરાતા સર્ટીફિકેટમાં ચેડા કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, તાજેતરમાં જ ત્રણ ૧૦ દનિયાવાળા કામદારોના સર્ટીફિકેટ ચેડા કરેલા હોવાનું બહાર આવતા ત્રણેયને દસ દનિયાવાળામાંથી નામ કમી કરી દેવાયા છે.

મહાનગર પાલિકામાં ૯૪૧ રોજમદાર સફાઈ કામદારો છે, અવાર નવાર યુનિયનો આંદોલનો કરીને હંગામી, કાયમી કરવાની માંગણી સાથે મોરચો માંડીને વહીવટી તંત્રનું નાક દબાવે છે, પરંતુ રોજમદારોને બોગસ સર્ટીફિકેટ સાથે હંગામી, કાયમી કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેની સામે યુનિયનથી લઈને કામદારોના નેતાઓ આંખ આડા કાન કરી રહ્યા છે.

તાજેતરમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો મુજબ ૧૦ દનિયાવાળા રોજમદારોએ ૧૨૦૦ દિવસની ર્સિવસ પૂર્ણ કરી હોવાનું જણાવીને હંગામી નિમણુંક પામવા માટે દરખાસ્ત રજૂ કરી હતી, જેમાં દાઠિયા રાજેશ જીવાભાઈએ રજૂ કરેલ સ્કૂલ લીવિંગની તપાસ કરાઈ હતી, તેમાં શાંતિલાલ શાહ હાઈસ્કૂલમાં અને રજૂ કરેલ જન્મ તારીખ જોતા ચેડા કરીને ખોટા આધાર રજૂ કર્યા હોવાનું બહાર આવ્યું છે.

બીજા કેસમાં કમુબેન કાનજીભાઈ રાઠોડના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. તેમાં પણ ચેડા કરાયા હોવાનું બહાર આવ્યું છે. આમ ત્રણે રોજમદાર કામદારોને ૧૦ દનિયાવાળા તરીકેના નામમાંથી કમી કરવાનો આદેશ કમિશનરે કર્યો છે.

તેવી જ રીતે રોજમદાર વસંતબેન ચીમનભાઈ વાળોદરાએ રજુ કરેલ જન્મના પ્રમાણપત્રની ખરાઈ ઘોઘા ખાતે કરાઈ હતી, જેમાં ગામના સને ૧૯૮૩ના રજીસ્ટર સાથે મેળવણું કરાતા પંચાયત ચોપડે જીતેન્દ્ર ઠાકરશી ડોડિયાની નોંધણી થયેલી છે. તેમજ ગ્રામ પંચાયતના રજીસ્ટર મુજબ ૨ જાન્યુઆરી ૧૯૮૩માં જન્મની કોઈ નોંધણી જ થયેલી નથી.

પરંતુ અગાઉ જ્યારે કામદારોના સર્ટીફીકેટ બોગસ હોવાનું બહાર આવતા જ કમિશનરે FRI કરવા આદેશ કર્યો હતો, પરંતુ એકાએક આ આદેશને મુલત્વી રાખવા કમીશનરે ફરી આદેશ કરીને FRI નહીં કરવા કુણું વલણ અપનાવતા ચર્ચાનો વિષય બન્યો છે.

આ સિવાય પણ બોગસ સર્ટી બનાવી આપવામાં જ જાણભેદુ જ હોવાની શંકા છે, પણ હ્લઇૈં કરવાનું ટાળવામાં આવતા આ ભેજાબાજને રાહત થઈ ગઈ છે, તેમજ ભવિષ્યમાં હજુ પણ બોગસ સર્ટીફિકેટ રજુ થવાની પણ શક્યતાઓ એટલી જ સેવાઈ રહી છે.

યુનિયનના હોદ્દેદારના સાસુ હોવાથી FIR કરવાનું ટાળ્યું

પ્રથમ બે કેસ ધ્યાન ઉપર આવ્યા ત્યારે કમિશનરે હ્લૈંઇ દાખલ કરવા આદેશ કર્યો હતો, પરંતુ ત્યાર બાદ ત્રીજો કેસ વસંતબેન ચીમનભાઈનો પ્રકાશમાં આવ્યો ત્યારે કમિશનરને એકાએક FRI નહીં કરવાનો આદેશ આપ્યો છે, જેની પાછળ એવી પણ ચર્ચા છે કે, વસંતબેનના જમાઈ હિતેશ વાઘેલા મઝદુર સંઘમાં ઉપપ્રમુખ છે, હિતેશ વાઘેલાની થોડા મહિના પૂર્વે બદલી કરાઈ હતી, એ સમયે પણ કમિશનરે બદલી ઓર્ડર રદ કરવો પડયો હતો, કારણ કે જે તે સમયે યુનિયને ઘણા ધમપછાડા કર્યા હતા, સીએમ ભાવનગર આવતા હોવાથી ભાજપ સંગઠને પણ મધ્યસ્થી કરી હતી, છેવટે કમિશનરે બદલી ઓર્ડર રદ કરવો પડયો હતો, ફરી વખત સ્થિતિ એવી જન્મી છે કે, કમિશનરે FRI કરવાનો આદેશ કર્યા બાદ હવે FRI નહીં કરવાનો આદેશ કરવા મજબુર બનવું પડયું છે.

કામમાંથી જ કાઢી મૂકીએ એટલે પ્રશ્ન પુરો

કામદારોએ ખોટા પ્રમાણ પત્રો રજૂ કર્યા હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે, એટલે ત્રણેય કામદારોને ૧૦ દનિયાના લીસ્ટમાંથી રદ કરી દેવાયા છે, કમિશનરની સુચના પ્રમાણે FRI નથી કરી, પણ કામમાંથી જ દુર કરી દિધા એટલે આગળનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.   – ડી.એમ.ગોહિલ, ડેપ્યૂટી કમિશનર, BMC

પ્રમાણ પત્રમાં શું કામ કરાય છે ચેડા ?

સફાઈ કામદારો કાયમી થવા માટે અવાર નવાર આંદોલનો કરતા હતા, તેનો કાયમી ઉકેલ લાવવા મહાપાલિકા તંત્રએ એક નિતી જ બનાવી લીધી છે, કામદારોની જરૃર હોય ત્યારે તેને બોલાવવામાં આવે છે, એટલે તેને મહિનામાં ૧૦ દિવસ કામ પર રખાય છે, પણ કાયમી કરવાના મામલે એવી નીતી નક્કી કરાઈ છે કે, ૧૦ દિવસ પ્રમાણે કુલ ૧૨૦૦ દિવસ કામ કરે ત્યારે તેને હંગામી કામદાર બનાવવામાં આવે છે, ત્યાર બાદ કાયમી થઈ શકે છે, હંગામી બાદ કાયમીનો વિકલ્પ ખુલતો હોવાથી ૧૦ દનિયાવાળામાંથી હંગામી થવા સર્ટીફિકેટ સાથે ચેડા કરવામાં આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો