BMWએ લોન્ચ કર્યો શાનદાર સ્કૂટર, જાણો ખાસિયતો - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • BMWએ લોન્ચ કર્યો શાનદાર સ્કૂટર, જાણો ખાસિયતો

BMWએ લોન્ચ કર્યો શાનદાર સ્કૂટર, જાણો ખાસિયતો

 | 4:21 pm IST

BMWએ Motorrad C ફેમિલીમાં લેટેસ્ટ મેમ્બરના રૂપમાં C400 X પ્રિમિયમ મિડસાઈઝ સ્કૂટર જોડાઈ ગયું છે. આમાં સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 34hpનું પાવર આપશે અને 6,000rpm પર 35nmનું ટાર્ક જનરેટ કરે છે. એન્જિન સાથે CVT ગેરબોક્સને જોડવામાં આવ્યું છે. તે ઉપરાંત આમાં ઓટોમેટિક સ્ટેબિલિટી કંટ્રોલ (ASC) પણ આપવામાં આવ્યું છે, જે ચિકણા રસ્તાઓ પર તમારી સુરક્ષા કરશે.

આ મિડસાઈઝ સ્કૂટર ટ્યુબ્લૂલર ફ્રેમ, ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક અને રિયરમાં બે સ્પ્રિંગ સ્ટ્રટ્સ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત મજબૂત બ્રેકિંગ સિસ્ટમ કંટ્રોલ કરવા માટે ફ્રન્ટમાં ટ્વિન ડિસ્ક અને રિયરમાં સિંગલ ડિસ્ક આપવામાં આવી છે. તે ઉપરાંત આમાં સ્ટેન્ડર્ડ ABS પણ આપવામાં આવ્યું છે.

C 400 X પ્રિમિયમ મિડસાઈઝ સ્કૂટરમાં સ્ટેન્ડર્ડ LED લાઈટિંગ ટેકનોલોજી 6.5 ઈંચ ફુલ કલર TFT સ્ક્રીન સાથે મલ્ટીફન્કશનલ ઈન્ટૂમેન્ટ કલરસ્ટર આપવામાં આવ્યું છે. સ્ટોરેજ માટે આમાં બે ઈન્ટીગ્રેટેડ કમ્પાર્ટમેન્ટ અને સિંગલ સીટની નીચે જ ફ્લેક્સકેસ પણ આપવામાં આવ્યું છે. ગ્રાહકોને આ મેટાલિક જેનિથ બ્લૂ અને નોન મેટાલિક અલ્પિન વ્હાઈટ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે.