BMW મળ્યા બાદ દીપા કર્માકરની અજીબ સમસ્યા - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • BMW મળ્યા બાદ દીપા કર્માકરની અજીબ સમસ્યા

BMW મળ્યા બાદ દીપા કર્માકરની અજીબ સમસ્યા

 | 5:59 pm IST
  • Share

રિયો ઓલિમ્પિકમાં દીપા કર્માકર ભલે મેડલ ચૂકી ગઈ પણ પોતાના પ્રદર્શનથી તેણે આખા દેશનું દિલ જીતી લીધા છે. જે સન્માન મેડલિસ્ટ પીવી સિંધુ અને સાક્ષી મલિકને મળે છે, તેટલું જ સન્માન દીપાનું કરવામાં આવી રહ્યું છે. ઈનામના ભાગ રૂપે તેને BMW કાર પણ આપવામાં આવી છે. જોકે, ત્રિપુરાના એક સાધારણ કુટુંબની આ જિમ્નાસ્ટના ઘરમાં કોઈને ડ્રાઈવિંગ આવડતું નથી. તેમના કુટંબમાં આ પહેલી કાર છે. ઉલ્લેખનિ છે કે, રવિવારે દીપાને હૈદરાબાદમાં સચિન તેંડૂલકરે કારની ચાવી સોંપી હતી.

જોકે, અગરતલામાં શો રૂમ ન હોવાના કારણે તેને હજી કાર મળી નથી. પણ કુટુંબમાં આ પહેલી કાર હોવાથી પરિવારજનો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દીપા કહે છે કે મને કે મારા પિતાને ડ્રાઈવિંગ કરતાં આવડતું નથી. તેમણે કહ્યું કે, મારા પપ્પા ડ્રાઈવિંગ શીખી લેશે, જ્યારે દીપાને ડ્રાઈવિંગ શીખવા માટે પૂછવામાં આવ્યું તે તેણે કહ્યું કે, હું અત્યારે મારી ગેમ પર ધ્યાન આપીશ. ટ્રેનિંગમાંથી સમય મળશે તો હું પણ શીખી લઈશ. મારા કોચ સરને ડ્રાઈવિંગ આવડે છે.

દીપા કહે છે કે, મારા એમએ પોલિટિક્સ સાયન્સની પરીક્ષા ચાલી રહી છે. આ મહિને 21 તારીખથી મારા પેપર શરૂ થયા હતા. જેથી હું રિયોથી વહેલી પાછી આવી ગઈ હતી. દીપાને હજું પણ અનેક સ્થળોથી સન્માન માટે આમંત્રણ આવી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો