NIFTY 10,210.85 -20.00  |  SENSEX 32,584.35 +-24.81  |  USD 65.0350 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • છત્તીસગઢ : ધોરણ-10નું રિઝલ્ટ જાહેર કરવાના અડધા કલાક પહેલા જ થઈ ગયું લીક

છત્તીસગઢ : ધોરણ-10નું રિઝલ્ટ જાહેર કરવાના અડધા કલાક પહેલા જ થઈ ગયું લીક

 | 7:04 pm IST

છત્તીસગઢ બોર્ડના ૧૦માંનું રિઝલ્ટ શુક્રવારના જાહેર થવાના અડધા કલાક પહેલાં જ સોશિયલ મીડિયામાં લીક થઈ ગયું હતું. આ રિઝલ્ટની જાહેરાત કરવા માટે બોર્ડમાં સ્કૂલ શિક્ષા મંત્રી કેદાર કશ્યપ પહોંચ્યા અને તેમને રિઝલ્ટ લીક થઈ ગયાની વાતની ખબર પડી હતી. આ રિઝલ્ટ લીક કરવા પાછળ જે કોઈ જવાબદાર હશે તેને છોડવામાં નહીં આવે અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે તેમ સ્કૂલ શિક્ષા મંત્રી કેદાર કશ્યપે જણાવ્યું હતું.

આ વર્ષે છત્તીસગઢના ૧૦માં ધોરણની બોર્ડ પરીક્ષામાં ૩૮૬૩૪૯ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. જેમાં ૧૭૯૦૦૦ યુવકો અને ૨૦૭૩૪૯ યુવતીઓનો સમાવેશ થતો હતો. આમાંથી ૨૩૫૭૭૩ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં ૪૮૯૫૫ જેટલા ફર્સ્ટ ડિવિઝનમાં રહ્યા છે.

રિઝલ્ટને સીક્રેટ ડોક્યુમેન્ટમાં રાખવામાં આવે છે

  • બોર્ડના રિઝલ્ટની કોપીને સીક્રેટ ડોક્યુમેન્ટ જ્યાં રાખવામાં આવે છે ત્યાં મૂકવામાં આવે છે. આ રિઝલ્ટની જાહેરાત એક દિવસ પહેલાં મીડિયાને બોલાવીને કરાય છે.
  • આ વખતે ૧૦માં ધોરણનું રિઝલ્ટ ૬૧.૪ ટકા રહ્યું. જે ગયા વર્ષની તુલનામાં ૫.૭૨ ટકા જેટલું વધારે છે.
  • ટોપ ૧૦ના મેરિટ લિસ્ટમાં આ વર્ષે ૨૭ વિદ્યાર્થીઓનાં નામ છે.

યુવતીઓએ બાજી મારી
આ વર્ષે ૧૦માં ધોરણમાં યુવતીઓ બાજી મારી ગઈ છે. યુવતીઓનું રિઝલ્ટ ૬૨.૦૬ ટકા છે, જ્યારે યુવકોનું રિઝલ્ટ ૫૯.૮૬ ટકા જેટલું રહ્યું છે. આમ, યુવકોની સરખામણીમાં યુવતીઓ બાજી મારી ગઈ હતી.