ફુલ આપીને બોર્ડના વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત, જુઓ Video - Sandesh
NIFTY 10,986.10 -32.80  |  SENSEX 36,502.01 +-39.62  |  USD 68.6600 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ફુલ આપીને બોર્ડના વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત, જુઓ Video

ફુલ આપીને બોર્ડના વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત, જુઓ Video

 | 11:46 am IST

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ સોમવારથી ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષામાં આ વખતે આખા રાજ્યમાંથી કુલ 17,14,979 વિદ્યાર્થીઓ નોધાયા છે. પ્રથમ દિવસે ધોરણ.10માં ભાષાનુ પેપર, ધોરણ.12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન જ્યારે ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મુળતત્વ વિષયના પેપરથી પરીક્ષાના પ્રારંભ થશે. આવતીકાલથી શરૂ થનાર બોર્ડની પરીક્ષાઓ 23 માર્ચ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે રાજ્યમાં કુલ 250 સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો અલગ તારવવામાં આવ્યાં છે. જેથી આ કેન્દ્રો પર સ્ક્વોડ દ્વારા બાજ નજર રાખવામાં આવશે.