Boat capsizes in Wardha river in Maharashtra, 11 feared dead
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મહારાષ્ટ્રમાં વર્ધા નદીમાં હોડી પલટી, 11 લોકોના મોતની આશંકા

મહારાષ્ટ્રમાં વર્ધા નદીમાં હોડી પલટી, 11 લોકોના મોતની આશંકા

 | 3:50 pm IST
  • Share

  • સ્થાનિક લોકોએ 3 મૃતદેહ બહાર કાઢ્યા
  • 8 લોકોની શોધખોળ ચાલી રહી છે
  • ઝુંજ ગામ પાસે બની દૂર્ઘટના

 

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં એક મોટી દૂર્ઘટના સામે આવી છે. વર્ધા નદી એક હોડી પલટી જતા 11 લોકો ડૂબવાની આશંકા છે. આ દૂર્ઘટના બેનોદા પોલીસ સ્ટેશન વિસ્તારના વરૂદ તાલુકામાં ઘટી છે.

આ અંગે મળીતી માહિતી પ્રમાણે વર્ધા જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી પડી રહેલા વરસાદના કારણે નદીઓમાં ભારે પૂર આવ્યું છે. નદીના એક કિનારેથી બીજા કિનારે જતા હોડી પલટી ગઈ હતી. એવી આશંકા છે કે હોડીમાં ક્ષમતાથી વધુ લોકો સવાર હોવાથી આ દૂર્ઘટના બની છે. આ હોડીમાં 30 કરતા વધુ લોકો સવાર હતા. હોડી નદીની મધ્યમાં પહોંચી ત્યારે આ અકસ્માત સર્જાયો. આ દરમિયાન સ્થાનિક ગામના લોકો મદદ માટે પહોંચી ગયા હતા અને કેટલાક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

તો બીજી તરફ હોડી ડૂબવાની ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ અંગે મળતી માહિતી પ્રમાણે એક પરિવારના કેટલાક સભ્યો ધાર્મિક કાર્ય માટે સવારે 10 વાગ્યે ગડેગાવ આવ્યા હતા. જ્યારે તેઓ ધાર્મિક વિધિ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દૂર્ઘટના ઘટી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો