Boat Of IPS Officers Capsize In Bhopal Lake, No Causality Registered
  • Home
  • Featured
  • ભોપાલનાં સરોવરમાં IPS ઑફિસરોની હોડી ઉંધી પડી, DGPની પત્ની પણ ડૂબ્યા

ભોપાલનાં સરોવરમાં IPS ઑફિસરોની હોડી ઉંધી પડી, DGPની પત્ની પણ ડૂબ્યા

 | 3:30 pm IST

આઈપીએસ સર્વિસ મીટ દરમિયાન ભોપાલનાં મોટા સરોવરમાં હોડી પલટી ખાઈ ગઈ. હોડીમાં કેટલાક આઈપીએસ ઑફિસર અને તેમના પરિવારનાં લોકો હતા. મધ્યપ્રદેશનાં ડીજીપી વિજય કુમાર સિંહની પત્ની પણ હોડીમાં હતા. વોટર સ્પોર્ટ્સ દરમિયાન આ ઘટના બની. નાવ પલટી ખાતા જ આસપાસ હાજર બીજી હોડીઓની મદદથી તમામ લોકોને સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા છે.

લાઇવ જેકેટ્સનાં કારણે બચી ગયો જીવ

પોલીસ વેલફેરનાં એડીજી વિજય કટારિયાએ જણાવ્યું કે હોડીમાં હાજર તમામ લોકોએ લાઇફ જેકેટ્સ પહેર્યા હતા જેના કારણે કોઈ નુકસાન થયું નથી. દર વખતે આઈએએસ અને આઈપીએસ મીટમાં અધિકારી વોટર સ્પોર્ટ્સમાં ભાગ લે છે જેમાં સુરક્ષાને ધ્યાને લઇને લાઇફ જેકેટ્સ અને સેફ્ટી બોટ સજ્જ રાખવામાં આવે છે.

આઈપીએસ ઑફિસરો વચ્ચે રમાઈ ક્રિકેટ મેચ

ભોપાલમાં આઈપીએસ મીટ 2020 ચાલી રહ્યું છે. આના પહેલા દિવસે પોલીસ અધિકારીઓએ પોતાના પરિવારની સાથે મોજ-મસ્તી કરી. પહેલા દિવસે સવારે મોતીલાલ નહેરૂ સ્ટેડિયમમાં આઈપીએસ અધિકારીઓની વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન થયું. ડીજીપી વીકે સિંહ અને એડીજી ડી. શ્રીનિવાસ રાવની ટીમની વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં આઈજી યોગેશ ચૌધરી ‘મેન ઑફ ધ મેચ’ બન્યા.

ચાર અલગ અલગ ઝોનની ટીમો બનાવવામાં આવી

આઈપીએસ સર્વિસ મીટ 2020 માટે અલગ અલગ 4 ઝોનની ટીમો બનાવવામાં આવી છે, જે માલવા ઝોન (ઉજ્જૈન, ઇન્દોર), મહાકૌશલ ઝોન (રીવા, જબલપુર અને સાગર), ચંબલ ઝોન (ગ્વાલિયર-ચંબલ), ભોપાલ ઝોન (ભોપાલ, પીએચક્યૂ અને હોશંગાબાદ) છે.

આ વિડીયો પણ જુઓ: નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમના ભાગરૂપે એરપોર્ટ ગેટ પર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન