British MP Bob Blackman Said That PoK Is Part Of India
  • Home
  • Featured
  • કાશ્મીર પર બ્રિટિશ સાંસદે પાકિસ્તાનને ખખડાવ્યું, કહ્યું – પેલા PoK ખાલી કરો

કાશ્મીર પર બ્રિટિશ સાંસદે પાકિસ્તાનને ખખડાવ્યું, કહ્યું – પેલા PoK ખાલી કરો

 | 10:25 pm IST

કાશ્મીરનો રાગ આલાપતા પાકિસ્તાનને હવે બ્રિટેનનાં એક સાંસદે જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે પાકિસ્તાનને એ પણ જણાવ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ભારતનો અભિન્ન ભાગ છે. પાકિસ્તાને પીઓકે ખાલી કરવું જોઇએ. બ્રિટિશ સાંસદ બૉબ બ્લેકમેને કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનાં વલણ અને તેના દ્વારા આ મામલે સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જવાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને પહેલા પીઓકે ખાલી કરવું જોઇએ.

આખુ જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે

બૉબ બ્લેકમેને કહ્યું કે, “આખુ જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે. પાકિસ્તાને પીઓકે ખાલી કરવો જોઇએ. જે લોકો કાશ્મીર પર યૂએન રિઝૉલ્યૂશનનું પાલન કરવાની વાત કરે છે, તે જ લોકો પહેલા રિઝોલ્યૂશનને નજરઅંદાજ કરે છે. યૂએનનાં પહેલા રિઝોલ્યૂશનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પીઓકે જમ્મુ-કાશ્મીરનો ભાગ છે અને પીઓકેને જમ્મુ-કાશ્મીરમાં સામેલ કરવું જોઇએ. આ માટે પાકિસ્તાની સેનાએ પીઓકે ખાલી કરવું જોઇએ.”

370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન બરાબરનું ઠેબે ચડ્યું છે

બ્રિટિશ સાંસદ બ્લેકમેનનું નિવેદન ત્યારે સામે આવ્યું છે, જ્યારે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રિય અદાલતમાં લઇ જવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન હડબડાટમાં આવી ગયું છે અને સતત આડેધડ નિવેદનો આપી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ પાક-ચીનની થઇ ફજેતી

પાકિસ્તાન ક્યારેક ભારતને યુદ્ધની ધમકી આપે છે, તો ક્યારેક કાશ્મીર મુદ્દાને લઇને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પહોંચી જાય છે. તેણે ચીનને પોતાની સાથે લઇને કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં તેણે ઊંધા મોઢે પછડાટ મળી. આ મામલે પાકિસ્તાનની સાથે ચીને પણ બઇજ્જતીનો સામનો કરવો પડ્યો.

આ વિડીયો પણ જુઓ: નવસારીના રસ્તાઓની સ્થિતિ એટલી હદે બગડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન