Bodies are being left in streets in an overwhelmed Ecuador
  • Home
  • Corona live
  • કોરોનાના ભયંકર દ્રશ્ય: આ દેશમાં રસ્તાઓ પર મૃતદેહોના ઢગલા, કોઇ ઉઠાવવા તૈયાર નહીં

કોરોનાના ભયંકર દ્રશ્ય: આ દેશમાં રસ્તાઓ પર મૃતદેહોના ઢગલા, કોઇ ઉઠાવવા તૈયાર નહીં

 | 1:52 pm IST

દુનિયામાં કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. તો બીજીબાજુ ઈક્વાડોરમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, રસ્તાઓ પર લાશો સડી રહી છે. સામાન્ય લોકો જ્યારે સોશિયલ મીડિયા પર મૃતદેહોના ફોટો પોસ્ટ કરવા લાગ્યા તો ઈક્વાડોરના ઉપરાષ્ટ્રપતિ ઓટો સોનેન હોલજ્નરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ હતુ.

લોકો લાશોને રસ્તાઓ પર છોડી રહ્યા છે

એક રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની વધતી સંખ્યાની વચ્ચે અધિકારી લાશોને રસ્તાઓ પર હટાવવાની મુશ્કેલીથી સામનો કરી રહ્યા છે. તેથી લોકો મૃતદેહોને રસ્તાઓ પર છોડી રહ્યા છે કે, અધિકારીઓની નજર તેમના પર પડે અને તેમને રસ્તા પરથી ઉઠાવીને લઈ જાય.

ઈક્વાડોરના ગુઆયાકિલ શહેરમાં લગભગ 150 આવા મૃતદેહો રસ્તાઓ પરથી કે લોકોના ઘર પરથી કાઢવામાં આવી છે પરંતુ અધિકારીઓને મૃતદેહો લઈ જવામાં 3 દિવસ સુધીનો સમય લાગે છે.

મૃત લોકોના સબંધીઓને શબપેટી પણ મળતી નથી

ઘણી જગ્યાઓ પર મૃત લોકોના સબંધીઓને શબપેટી પણ મળી રહી નથી. જેના કારણે કાર્ડબોર્ડનો વપરાશ શબપેટીની જગ્યાએ કરવામાં આવી રહ્યો છે. સત્તાવાર રીતે ઇક્વાડોરમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા માત્ર 172 છે. તો ચેપગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ 3500 હોવાનું જાણવા મળ્યું છે.

ઓટો સોનેનહોલજ્નરે કહ્યુ છે કે, અમે ફોટો જોઈ છે. આવુ ક્યારેય પણ ન થવુ જોઈએ અને જાહેર સેવક તરીકે હું માફી માંગું છું. એક અધિકારીએ જણાવ્યું કે શહેરમાં કાં તો શબપેટીઓ નથી અથવા તે ખૂબ મોંઘી છે.

આ વીડિયો પણ જુઓ : ભારતીય ડોક્ટરનું લંડનમાં કોરોનાથી મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન