ઘરના જ ભેદીએ અપહરણ બાદ હત્યા કરી બાળકનો મૃતદેહ 1 મહિનો સૂટકેસમાં ભરીને રાખ્યો - Sandesh
  • Home
  • India
  • ઘરના જ ભેદીએ અપહરણ બાદ હત્યા કરી બાળકનો મૃતદેહ 1 મહિનો સૂટકેસમાં ભરીને રાખ્યો

ઘરના જ ભેદીએ અપહરણ બાદ હત્યા કરી બાળકનો મૃતદેહ 1 મહિનો સૂટકેસમાં ભરીને રાખ્યો

 | 4:53 pm IST

રાજધાની દિલ્હીના સ્વરૂપ નગરમાં એક 7 વર્ષના બાળકનું અપહરણ બાદ હત્યા કરીને તેનો મૃતદેહ એક મહિના સુધી સૂટકેશમાં સાખી મુકવાની હચમચાવી મુકતી ઘટના પ્રકાશમાં આવી છે. મૃતક બાળકનું નામ આશીષ છે. પોલીસે યૂપીએસસીના ઉમેદવાર અને મૃતક બાળકના સંબંધી અવધેશની ધરપકડ કરી છે. અવધેશ આશીષના પરિજનો સાથે એકદમ હળી મળી ગયો હતો. આશિષના અપહરનની પોલીસ ફરિયાદ પણ તેને જ દાખલ કરી હતી. પોલીસ અવધેશની પુછપરછ કરી રહી છે.

ડીસીપી અસલમ ખાને આરોપી અવધેશની ધરપકડની જાણકારી અપાતા કહ્યું હતું કે, અવધેશને પૈસાની જરૂર હતી. જેથી અવધેશે તેના દૂરના સગાના બાળક આશીષાનું સાઈકલ અપાવવાની લાલચ આપી અપહરણનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ પકડાઈ જવાના ડરે તેને એક મહિના પહેલા જ બાળકની હત્યા કરી દીધી હતી. હત્યાકાંડને અંજામ આપી તેણે બાળકના મૃતદેહને પોલિથિનમાં પેક કરી એક સૂટકેશમાં મુકી દીધો હતો.

પોલીસ પુછપરછમાં અવધેશે કબુલ્યું હતું કે, બાળકના મૃતદેહની સાથો સાથે તેણે રૂમમાં થોડા મરેલા ઉંદર પણ મુકી દીધાં હતાં. જ્યારે પણ પાડોશીઓને દુર્ગંધ આવતી હતી ત્યારે તે ઘરની અંદર ઉંદર મરેલો હોવાનું બહાનું કાઢતો હતો. દુર્ગંધ ઓછી કરવા તેને રૂમમાં ઘણા બધા પરફ્યુમ પણ રાખી મુક્યાં હતાં, જે સમય સમયે આશિષની ડેડ બોડી પર તે છાંટતો રહેતો હતો.

પરિવાર અને આસપાસના લોકો વચ્ચે મોટો ઉભો કરવા માટે અવધેશ પોતાને સીબીઆઈનો કર્મચારી ગણાવતો હતો. તે બાળકોને નોકરીએ લગાવી શકવાના જુઠાણાં પણ હાંકતો હતો. એટલું જ નહીં અવધેશ યૂપીએસસીની પરિક્ષા પણ આપી ચુક્યો છે. આરોપી અવધેશ પહેલા આશિષના ઘરમાં જ રહેતો હતો. પરંતુ આશિષના પિતાએ ઘરમાં અવધેશને આપવામાં આવતા વધારે પડતા માનપાનના કારણે તેને ઘરમાંથી કાઢી મુક્યો હતો.

અવધેશે બદલો અને પૈસાની લાલચે અપહરણ અને ત્યાર બાદ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. અવધેશ એટાનો રહેવાસી છે, જ્યારે મૃતક આશિષનો પરિવાર મૈનપુરીનો છે. આશિષની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.