6 મહિનાથી ગુમ NRI સેમ પટેલની લાશ બેગમાંથી મળી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • 6 મહિનાથી ગુમ NRI સેમ પટેલની લાશ બેગમાંથી મળી

6 મહિનાથી ગુમ NRI સેમ પટેલની લાશ બેગમાંથી મળી

 | 4:10 pm IST

અમેરિકામાં રહેતા ગુજરાતી મૂળના વાઈન સ્ટોરના માલિક સંજય પટેલ 3 ઓક્ટોબર 2015ના રોજથી ગુમ હતાં. તેમના મોતની આંશકા પોલીસે વ્યક્ત કરી હતી. સંજય પટેલ પોતાની ‘ફાઈવ સ્ટાર વાઈન એન્ડ સ્પિરીટ’ સ્ટોરમાં છેલ્લે 3 ઓક્ટોબર રાતના તેમના રેગ્યુલર કસ્ટમર માર્કસ પેરી સાથે જોવા મળ્યા હતા.

અહીંયાથી મળ્યો સેમનો મૃતદેહ
અહીંયાથી મળ્યો સેમનો મૃતદેહ

જાન્યુઆરીથી ગ્રામિણ જોતો હતો આ બેગ

પનોલા કાઉન્ટી,મિસીસિપ્પી, કોરોનેરની ઓફિસે 13 માર્ચના રોજ ગ્રામ્ય વિસ્તારમાંથી ગુમ ગુજરાતી મૂળના અમેરિકી બિઝનેસમેન સંજય ‘સેમ’ પટેલના મૃતદેહની ઓળખાણ કરી લીધી છે. બારટેલેટ, ટેનેસી પોલીસ વિભાગના રિપોર્ટ પ્રમાણે, તેઓ 6 મહિનાથી આ કેસમાં તપાસ કરી રહ્યા હતા. આખરે એક ખેડૂતે પોલીસને ફોન કર્યો અને જણાવ્યું કે, તેના ખેતરમાં મોટી ક્રિસમસ ટ્રી બેગ બે મહિનાથી પડી છે. તે જાન્યુઆરી મહિનાથી આ બેગને જોતા હતો પરંતુ તેની નજીક ક્યારેય ગયો નહોતો.

પુરાવાની ઓળખાણ કરવા માટે બેગને 28 ફેબ્રુઆરીના રોજ પનોલા કાઉન્ટીની મેડિકલ તપાસ ઓફિસમાં લઈ જવામાં આવી સેમના ડીએનએ સાથે મેચ કરવામાં આવી હતી. બાદમાં 3 માર્ચના રોજ પોલીસ ડોગ સ્ક્વોર્ડ સાથે તે વિસ્તારમાં ફરીવાર તપાસ કરવા માટે પહોંચી હતી જ્યાંથી તેમને વધારાના પુરાવા પણ મળ્યાં હતાં.

 હબસી મિત્ર માર્કસ પેરી
હબસી મિત્ર માર્કસ પેરી

સેમ સાથે છેલ્લે દેખાયેલ મિત્રએ ગળેફાંસો ખાદ્યો 

ટેનિસી સ્ટેટના વાઈન સ્ટોરના માલિક સંજય પટેલના મોતની આંશકા પોલીસે વ્યક્ત કરી હતી. સંજય પટેલ પોતાની ‘ફાઈવ સ્ટાર વાઈન એન્ડ સ્પિરીટ’ સ્ટોરમાં છેલ્લે 3 ઓક્ટોબર રાતના 10:20ની આસપાસ તેમના રેગ્યુલર કસ્ટમર માર્કસ પેરી સાથે જોવા મળ્યા હતા. આ કસ્ટમરની ગત 11 ઓક્ટોબરના રોજ તેના ઘરમાંથી લાશ મળી હતી. જેના ફોનની તપાસ કરતાં પોલીસ એવા તારણ પર આવી હતી કે સંજય પટેલ મૃત્યુ પામ્યા છે.

cctv

સંજય પટેલના પુત્ર રાજ પટેલે પોતાના પિતાની ગુમ થયાની ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીની તપાસ કરતાં સંજય પટેલ જેની સાથે ગયા હતા એ વ્યક્તિએ તેમના સ્ટોરનો રેગ્યુલર કસ્ટમર માર્કસ પેરી હતો. પોતાનો ભાઈ ઘણા દિવસથી ઘરે ન આવતા માર્કસ પેરીના ભાઈએ પણ તેના ઘરની બારી તોડી અંદર તપાસ કરી હતી. જેમાં તેનો ભાઈ માર્કસ પેરી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃત મળ્યો હતો.