બોડી સ્કેન દ્વારા લોકોની લાગણીઓ અને વિચારો પણ હવે જાણી શકાશે - Sandesh
  • Home
  • Newspaper
  • બોડી સ્કેન દ્વારા લોકોની લાગણીઓ અને વિચારો પણ હવે જાણી શકાશે

બોડી સ્કેન દ્વારા લોકોની લાગણીઓ અને વિચારો પણ હવે જાણી શકાશે

 | 1:15 am IST

કંપનીઓને ઓનલાઇન શેર કરવામાં આવેલા ડેટા અને તે લીક થવાનો મુદ્દો આજકાલ ગરમાગરમ છે ત્યારે એક નવા સમાચાર આવી રહ્યા છે. સ્પાય કેમેરા પણ હવે તમારી ખાનગી અને અંગત માહિતી મેળવી શકશે. તમે શું વિચારો છો અને કેવી લાગણી અનુભવો છો તે આસાનીથી જાણી શકશે. આમ આધુનિક ટેક્નિકથી બોડીને સ્કેન કરીને તમે આજે શું કરવા ધારો છો અને ક્યાં કેવું ફિલ કરશો તે જાણી શકાશે. આ આધુનિક ડિવાઇસ તમે નહીં ધારી હોય તેવી તમારી અંગત માહિતી ચપટી વગાડતામાં તમને એકઠી કરીને આપી દેશે તેમ ન્યૂરો સાયન્ટિસ્ટે જણાવ્યું હતું. આપણાં શરીરમાં અનેક પ્રકારના તરંગો જાગે છે અને તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે આ સિગ્નલોનું સ્કેનિંગ કરીને તેનું વિશ્લેષણ કર્યા પછી એડવાન્સ કમ્પ્યૂટરની સિસ્ટમ દ્વારા તમારો મૂડ, તમારું આરોગ્ય અને તંદુરસ્તી જાણી શકાશે.

લોકોનાં પ્રત્યાઘાતો જાણી શકાશે

બોડી સ્કેન કરનારાં ડિવાઇસને જાહેર સ્થળો પર મૂકવામાં આવશે, કારણ કે આપણી આસપાસનાં વાતાવરણમાં અનેક વસ્તુઓ કે ઘટનાઓ એવી આકાર લઈ રહી છે કે જે મહત્ત્વના ડેટા એકઠા કરી આપે છે અને તેનો ઉપયોગ કરી શકાય છે.

આ રીતે લોકોમાં દંભ છતાં થશે

સિનેમાઘરોમાં ફિલ્મો જોવા આવતાં લોકોનાં હ્ય્દયના ધબકારા માપવા તેમજ સ્કીન પર સેન્સર દ્વારા તેના પ્રતિભાવો જાણવા અને પ્રેક્ષકોનું શરીર ફિલ્મ જોઈને કેવી પ્રતિક્રિયાઓ આપે છે અને તેનું મગજકેવા પ્રત્યાઘાતો આપે છે તે જાણવા માટે તેમણે થર્મલઇમેજિંગ કેમેરા અને માઇન્ડ રીડિંગઇલેક્ટ્રોન્સફેલોગ્રામ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. તેને દ્વારા લોકોમાં રહેલો દંભ છતો થશે.

;