Bogus voting In vapi Nagar Palika Polls
  • Home
  • Gandhinagar
  • વાપી નગરપાલિકાની ચૂંટણી વિવાદમાં, બોગસ મતદાનને લઈને હોબાળો

વાપી નગરપાલિકાની ચૂંટણી વિવાદમાં, બોગસ મતદાનને લઈને હોબાળો

 | 6:49 pm IST
  • Share

  • બોગસ મતદાન કરવા આવેલો યુવક ઝડપાયો
  • ભાજપ યેનકેન પ્રકારે જીત મેળવવા માંગતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
  • સાંજે 4 વાગ્યા સુધી 42 ટકા મતદાન

વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકાની 44 બેઠકો માટે આજે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે. જે પૈકી એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. 129 મતદાન મથકો પર 1.2 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 109 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવાના છે. અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું હતું. જો કે હવે વોર્ડ નંબર 4ના બૂથ નંબર 3માં હોબાળાના સમાચાર સામે આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વાપી નગર પાલિકાની ચૂંટણીમાં આજે મતદાનના દિવસે જ બોગસ મતદાનની ફરિયાદો સામે આવવા લાગી છે. એક તરફ મતદાન પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે વાપીના વોર્ડ નંબર 4 માટે આશાધામ શાળામાં મતદાન થઈ રહ્યું હતું. આ દરમિયાન બુથ પર બોગસ મતદાર ઝડપાઈ ગયો હતો.

આ યુવકનું નામ હર્ષિલ હતુ, જે કુલદીપ પટેલના નામના વ્યક્તિના નામે મતદાન કરવા આવતા ઝડપાઈ ગયો હતો. હાલ પોલીસે યુવકની બૂથ પરથી અટકાયત કરીને લઈ ગઈ હતી.

અગાઉ પણ કોંગ્રેસ દ્વારા વાપીના અન્ય વોર્ડમાં પણ બોગસ મતદાનની ફરિયાદ કરવામાં આવી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ભાજપ પોતાની હાર ભાળી ગયું હોવાથી યેનકેન પ્રકારે બોગસ મતદાન કરીને જીતવા માંગે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો