Boiling cumin in water and use it your face, then watch difference skin glow
  • Home
  • Fashion & Beauty
  • જીરાને પાણીમાં ઉકાળીને તેનાથી ધુઓ તમારો ચહેરો, જુઓ પછી ફરક

જીરાને પાણીમાં ઉકાળીને તેનાથી ધુઓ તમારો ચહેરો, જુઓ પછી ફરક

 | 11:54 am IST

શિયાળામાં ત્વચા ડ્રાય થઇ જાય છે. જેના કારણથી ત્વચા નિસ્તેજ અને બેજાન નજરે પડવા લાગે છે. જોકે તમે તમારા ચહેરાની ખોવાયેલી ચમક પરત મેળવવા માંગો છો તો મોંઘા પ્રોડક્ટ્સની નહીં રસોડામાં પડેલી આ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ. તો આવો જોઇએ એવા કયા મસાલા છે જે ત્વચા માટે ઉપયોગી છે.

– હળદર ચહેરાની ચમક વધારવામાં મદદ કરે છે. તેમા રહેલા એન્ટી સેપ્ટિક અને એન્ટી એજિંગ ગુણ ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે. હળદરને મધમાં મિક્સ કરીને લગાવવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થાય છે. તેની સાથે તે મુલાયમ થાય છે.

જીરૂનો ઉપયોગ ખાસ કરીને આપણા વઘાર કરવા કરીએ છીએ. પરંતુ તમે જીરાની મદદથી ત્વચામાં ચમક લાવી શકો છો. જેના માટે તમે પાણીમાં જીરૂ ઉકાળી લો અને તે પાણીને ઠંડું કરીને મોં ધોઇ લો આમ કરવાથી ચહેરો સાફ અને ચમકદાર થશે. સાથે જ આ પાણીથી ન્હાવા પર શરીરમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે. સાથે જ ખંજવાળની સમસ્યા પણ ઓછી થાય છે.

– રાઇનો ઉપયોગ તમે નેચરલ સ્ક્રબ તરીકે કીર શકો છો. તેના પાવડરમાં લવેન્ડર કે રોઝ ઓઇલ મિક્સ કરી લો એલોવેર જેલમાં રાઇ મિક્સ કરીને લગાવવાથી ત્વચા હાઇટ્રેટ રહે છે.

– ઇલાયચીનું તેલ ત્વચાની એલર્જીમાં ખૂબ ફાયદાકારક છે. તેની સાથે જ ત્વચામાં ચમક લાવે છે. ડાઘ-ધબ્બા અને ખીલથી બચાવ કરે છે. ઇલાયચીના તેલથી ચહેરાની માલિશ કરવાથી ત્વચામાં ચમક આવે છે.

આ પણ જુઓ : વલસાડના વાપીમાં પિતા – પુત્રની દાદાગીરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન