Boiling fenugreek in water and drinking it will eliminate constipation problems sleep well
  • Home
  • Featured
  • મેથીના દાણાને પાણીમાં ઉકાળીને પીઓ, કાયમ માટે મળશે આ સમસ્યાથી છૂટકારો અને આવશે સારી ઉંઘ

મેથીના દાણાને પાણીમાં ઉકાળીને પીઓ, કાયમ માટે મળશે આ સમસ્યાથી છૂટકારો અને આવશે સારી ઉંઘ

 | 9:07 am IST

મેથી, જે ભારતના મુખ્ય મસાલાઓમાં વિશેષ સ્થાન ધરાવે છે, તે લીલા શાકભાજી તરીકે પણ વપરાય છે. શાકભાજીનો વઘાર કરતી વખતે તેના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી કોઈપણ શાકભાજીનો સ્વાદ વધે છે, પરંતુ વિવિધ પ્રકારની વાનગીઓમાં તેનો ઉપયોગ સામાન્ય વાનગીનો સ્વાદ પણ સ્વાદિષ્ટ બનાવે છે. ઘણા લોકોને રાત્રે કબજિયાતની સમસ્યા ખૂબ જ પરેશાન કરે છે, પરંતુ તેનાથી બચવા માટે, મેથીના દાણાના સેવનથી અહીં અનિદ્રા અને કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીશું.

કબજિયાતની સમસ્યાથી બચવા માટે, એક વાસણમાં એક ચમચી મેથીને 2 ગ્લાસ પાણી સાથે ઉકાળો. આ સમય દરમિયાન, ધ્યાનમાં રાખો કે પાણીમાં મેથીનો રંગ સારી રીતે ભળી જાય ત્યાં સુધી પાણી ઉકાળવું પડશે. આ પછી પાણીને ગાળી લો અને મેથીના દાણાને અલગ કરો અને તેને ઠંડુ થવા દો. જ્યારે તે હળવુ નવશેકુ થાય છે, ત્યારબાદ તેનું ઘૂંટ -ઘૂંટ સેવન કરો. જેનાથી તમને અનેક પ્રકારના ફાયદાઓ થઇ શકે છે.

જે લોકો કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તે માટે મેથીના બીજનું પાણી રામબાણ ઇલાજ જેવું કાર્ય કરશે. તે પાચન અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓના ઇલાજ માટેના ઘરેલું ઉપાય તરીકે અસરકારક રીતે લાભ કરે છે. જ્યારે અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી છે જેનાથી તમને અઢળક ફાયદાઓ થાય છે.

આ રીતે મેથીના દાણાના સેવનનો ઉપયોગ કોલેસ્ટરોલના સ્તરોને સંતુલિત કરવા, કિડનીની સમસ્યામાં રાહત, ડાયાબિટીસનું જોખમ ઘટાડવા, હૃદય રોગ અને જોખમ ઘટાડવા વાળની ​​તેમજ ફેફસાને લગતી સમસ્યાઓનું જોખમ પણ ઘટાડી શકો છો. તેથી જેમને સમસ્યાઓના જોખમોથી સુરક્ષિત રહેવું છે અને તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું છે તો અઠવાડિયામાં ત્રણ – ચાર વખત આ ડ્રિંકનું સેવન કરો.

આ પણ જુઓ : ઘરની આ વસ્તુથી પેટની ચરબી થઇ જશે ઓછી, ફોલો કરો આ ઉપચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન