glamorous pictures of gandi baat fame anveshi jain Gujrati movei jii
  • Home
  • Photo Gallery
  • PHOTOS: ‘ગંદી બાત’ની હીરોઈન હવે દેખાશે ગુજરાતી ફિલ્મમાં, લોકોએ કહ્યું ‘તો થિયેટરો હાઉસફુલ!!’

PHOTOS: ‘ગંદી બાત’ની હીરોઈન હવે દેખાશે ગુજરાતી ફિલ્મમાં, લોકોએ કહ્યું ‘તો થિયેટરો હાઉસફુલ!!’

 | 1:27 pm IST

‘ગંદી બાત 2’થી ચર્ચામાં આવેલી અભિનેત્રી અન્વેષી જૈન હાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ‘ગંદી બાત 2’ પછી હવે અન્વેષી અલ્ટ બાલાજીના જ એક નવા પ્રોજેક્ટ ‘બોસ-બાપ ઓફ સ્પેશિયલ સર્વિસિઝ’માં જોવા મળશે. પરંતુ હવે ટૂંક સમયમાં જ અન્વેષી જૈન મયુર કાછડિયાની ગુજરાતી ફિલ્મ ‘જી’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ચિરાગ જાની અને અભિમન્યુ સિંહ પણ જોવા મળશે.

એકતા કપૂરની વેબ સીરિઝ પછી અન્વેષી જૈન ચર્ચામાં આવી હતી. આ શો પછી તે ચર્ચિત સ્ટાર બની ગઈ હતી. અન્વેષી તેના બોલ્ડ અવતારના કારણે ખુબ ચર્ચામાં રહેતી અભિનેત્રી છે. અન્વેષી જૈન એક નાના ગામડામાંથી માયાનગરી મુંબઈમાં પોતાના સપનાં પૂરા કરવા માટે આવી હતી. આ ઉપરાંત અન્વેષી ગૂગલ સર્ચમાં 2019માં સૌથી વધુ જોવાતી સ્ટાર બની હતી.

અન્વેષીએ જણાવ્યું હતું કે, ’હું શિલ્પા શેટ્ટીની ફિલ્મ્સ જોઈને મોટી થઈ છું અને તેના ગીત પર ડાન્સ કરતી હતી. તેમની પાસેથી મળેલી સલાહ મારા માટે ખુબ મહત્વની છે. તો જુઓ આ અભિનેત્રીનાં કેટલાક બોલ્ડ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન