bollywood-2019-hug-day-famous-hugs-of-bollywood
  • Home
  • Photo Gallery
  • Happy Hug Day : આ બોલીવુડ સેલીબ્રીટીના HUGSને લઇને મચી હતી સનસની

Happy Hug Day : આ બોલીવુડ સેલીબ્રીટીના HUGSને લઇને મચી હતી સનસની

 | 1:08 pm IST

હાલ પ્રેમી પંખીડાઓ વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં મસ્ત છે અને આજે “Hug Day” મનાવવામાં આવી રહ્યો છે ત્યારે બોલીવુડની કેટલીક જાદુની ઝપ્પીઓ ચર્ચામાં રહી હતી. સૌથી પહેલા વાત કરીએ કંગના રનૌતની. “કોફી વીથ કરણ” પર નેપોટિઝમ એટલે કે ભાઇ-ભત્રીજાવાદને લઇને શરૂ થયેલી શાબ્દીક લડાઇ બહુ લાંબી ચાલી. ઘણા દીવસ સુધી આ સમાચાર ચર્ચામાં રહ્યા અને પછી એક દીવસ એવો ફોટો સામે આવ્યો જેમાં કંગનાએ એક ટીવી શોમાં બંને સેલીબ્રીટીને ગળે લગાવ્યા જેમને ‘પીસ આઉટ’ સીગ્નલ માનવામાં આવ્યું.

તો સલમાન અને શાહરૂખનું Hug પણ કોઇ બ્રેકીંગ ન્યૂઝ જેવું હતું. વર્ષ 2013માં બંનેએ એકબીજાને ગળે લગાવ્યા તે મનોરંજન જગતના સૌથી મોટા સમાચાર હતા. બંને વચ્ચે પાંચ વર્ષ કોલ્ડ વોર જેવી સ્થીતી રહી બાદમાં એક પાર્ટીમાં બંને વચ્ચે સમાધાન થયું હતુ.

2016માં સ્ટાર સ્ક્રીન એવોર્ડ દરમ્યાન જયા બચ્ચન અને રેખાનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં બંને એકબીજાને ગળે લગાવતા હતા. બંનેના ચહેરા પર કોઇ એક્સપ્રેશન જોવા મળ્યા નહોંતા પણ આ મોટા સમાચાર હતા.

આવી જ રીતે પુરી થઇ હતી દીપીકા અને કેટરીના વચ્ચેની કોલ્ડ વોર. તાજેતરમાં બંનેએ એક એવોર્ડ નાઇટ દરમ્યાન એકબીજાને ગળે લગાવી અને એટલું જ નહીં દીપીકાએ કેટરીનાને તેમના રીસેપ્નશમાં પણ આવવા માટે આમંત્રણ આપ્યું હતુ.

વર્ષ 2002માં હિટ એન્ડ રન મામલામાં સલમાન દોષીત સાબીત થતાં આમિર ખાન તેમને મળવા માટે ગયો હતો. આ સમયે બંનેએ એકબીજાને ગળે લગાવ્યા હતા આ ફોટો પણ ખુબ વાયરલ થયા હતા.