Bollywood Actor Akshay Kumar may injured on film Sooryavanshi Set
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘સૂર્યવંશી’ના શેટથી અક્ષય કુમારને લઈ આવ્યા હેરાન કરનારા સમાચાર, ફેન્સમાં સર્જાઈ ચિંતા

‘સૂર્યવંશી’ના શેટથી અક્ષય કુમારને લઈ આવ્યા હેરાન કરનારા સમાચાર, ફેન્સમાં સર્જાઈ ચિંતા

 | 6:12 pm IST

બોલિવૂડ ‘ખેલાડી’ અને એક્શન સ્ટાર અક્ષય કુમાર હાલ મુંબઈમાં તેની આવનારી કોપ-ડ્રામા ફિલ્મ ‘સૂર્યવંશી’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને રોહિત શેટ્ટી ડાયરેક્ટ કરી રહ્યો છે. પરંતુ હવે ફિલ્મની શૂટિંગ દરમિયાન અક્ષય કુમારને લઈ એક હેરાન કરે એવા સમાચાર આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ ‘સૂર્યવંશી’ની શૂટિંગ દરમિયાન અક્ષય કુમારને ઈજા થઈ હોવાના સમાચાર આવ્યા છે. આ સમાચાર સાંભળીને અક્ષયના ફેન્સ વચ્ચે ચિંતા સર્જાઈ છે. સૂત્રો મુજબ તેના ડાબા હાથમાં મચકોડ આવી છે. ફિજિયોથેરેપિસ્ટે આ ઇજાને જોઈ. જોકે ઇજા થવા છતા અક્ષય કુમારે ફિલ્મની શૂટિંગથી બ્રેક ન લીધો અને શૂટિંગ ચાલૂ રાખી. આ માહિતી ફિલ્મ શેટથી એક સોર્સે આપી છે. પરંતુ ‘સૂર્યવંશી’ના સેટ પર અક્ષય કુમારને ઇજા થઈ છે તે અંગે અત્યાર સુધી કોઈ આધિકારી નિવેદન અથવા માહિતી કોઈએ આપી નથી.

પરંતુ બીજી તરફ તાજેતરમાં અક્ષય કુમારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેના હાથમાં ઇજા થઈ હોવાનું જણાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ‘સૂર્યવંશી’નો એક મોટો ભાગ બેન્કોક, મુંબઈ અને હૈદરાબાદમાં શૂટ કરવામાં આવશે. એક્શનથી ભરપૂર આ ફિલ્મના ક્લાઇમેક્સમાં અજય દેવગન અને રણવીર સિંહ પણ નજરે આવી શકે છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરિના કેફ લીડ રોલમાં છે. આ ફિલ્મ 27 માર્ચ 2020ના રોજ રિલીઝ થશે.

આ વીડિયો પણ જુઓ: રામમંદિર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન