Bollywood actor kiran kumar tested corona positive living in self isolation
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડના એક્ટર કિરણ કુમાર કોરોના પોઝિટિવ, કહ્યુ કે આ કારણે હોસ્પિટલમાં ન થયો દાખલ

બોલિવૂડના એક્ટર કિરણ કુમાર કોરોના પોઝિટિવ, કહ્યુ કે આ કારણે હોસ્પિટલમાં ન થયો દાખલ

 | 10:44 am IST

બોલિવુડ એક્ટર અને ગુજરાતી ફિલ્મોમાં જેમનો દબદબો છે તેવા સુપ્રસિદ્ધ કલાકાર કિરણ કુમાર કોરોના વાયરસનો શિકાર થયા છે. હાલ કોરોનાનું ભયંકર રીતે સંક્રમણ ભારતમાં વધી રહ્યુ છે ત્યારે મોટાભાગના લોકો કોરોનાથી બચી શક્યા નથી. આ પહેલા બોલિવૂડ સિંગર કનિકા કપૂર અને પ્રોડ્યુસર કરીમ મોરાનીનો પરિવાર કોરોનાવાયરસથી સંક્રમિત થયો છે. હવે કિરણ કુમાર પણ કોરોના પોઝિટીવ થયા છે.

આ વાતનો ખુલાસો ખુદ એક્ટરે એક ઇન્ટરવ્યુ દરમિયાન આપતા કહ્યુ હતુ કે કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા કેટલીક સાવધાની સાથે દેશમાં લોકડાઉનમાં થોડી છુટછાટ આપવામાં આવી છે.

કિરણ કુમારે જણાવ્યુ કે તેને 14મેના રોજ ખબર પડી કે કોરોના થયો છે. મુંબઈની એક હોસ્પિટલમાં સામાન્ય ચેકઅપ વખતે કેટલાક રિપોર્ટ કરવાના આવ્યા જેમાં સાવધાનીના ભાગે મે પણ કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો જેમાં 14મેના રોજ મને જાણ કરવામાં આવી કે હું કોરોના પોઝિટિવ છુ.

કિરણ કુમારે કહ્યું મારામા કોરોનાના કોઈ પણ લક્ષણ ન હતા, મને નહોતી શરદી, નહોતી ખાંસી કે નહોતો તાવ આવતો મને કોઈ પણ પ્રકારનું દર્દ પણ ન થયુ જેનાથી એ જાણી શકાય કે મને કોરોના થયો છે. કોઈ લક્ષણ ન હોવાથી મારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ન પડી. હાલ હું સેલ્ફ આઇસોલેશનમાં છુ. મારા બે માળના ઘરમાં આરામ કરી રહ્યો છુ.

વિશ્વના દેશો તેમજ ભારતમાં કોરોનાવાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં ચેપ લાગેલ કોરોના (કોવિડ -19)નો કુલ આંકડો 1.31 લાખને પાર કરી ગયો છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,31,868 થઈ ગઈ છે અને જ્યારે આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 3867 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ વીડિયો જુઓ: જસદણમાં કોરોનાના બે કેસ આવતાં તંત્રમાં દોડધામ મચી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન