Bollywood Actor Mahesh Anand Committed Suicide, He Is Suffering From Economic Crises
  • Home
  • Entertainment
  • Bollywood
  • પૈસાની તંગીને લીધે જાણીતા એક્ટરનું થયું મોત, બીગ બીથી લઇને સંજય દત્ત સાથે કર્યું છે કામ

પૈસાની તંગીને લીધે જાણીતા એક્ટરનું થયું મોત, બીગ બીથી લઇને સંજય દત્ત સાથે કર્યું છે કામ

 | 10:49 am IST

જાણીતા એક્ટર અને વિલન મહેશ આનંદ પોતાના ઘરમાં મૃત આવતા સિનેમાજગતમાં સન્નાટો પ્રસરી ગયો છે. શનિવારે તેમણે પોતાના યારી રોડ પર આવેલા ઘરમાં અંતિમ શ્વાસ લીધો હતો. તેઓ 57 વર્ષનાં હતા. 90નાં દશકમાં પોતાના અભિનયથી લોકોનાં દિલ જીતનારા મહેશ આનંદની આર્થિક સ્થિત બરાબર નહોતી. તેમણે લાંબા સમયથી કોઇ ફિલ્મ સાઇન નહોતી કરી. તેઓ લગભગ 18 વર્ષથી આર્થિક સંકડામણમાંથી પસાર થઇ રહ્યા હતા. તાજેતરમાં જ તેમણે ગોવિંદાની ફિલ્મ ‘રંગીલા રાજા’થી કમબેક કર્યું હતુ. મહેશે ખુદ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, “18 વર્ષ સુધી મને કોઇએ ફિલ્મોમાં સાઇન કર્યો નહીં, પરંતુ ભગવાન દયાળુ છે અને મને રંગીલા રાજામાં નાનકડો રૉલ મળ્યો.”

મહેશ આનંદે ‘રંગીલા રાજા’ ફિલ્મ મળવા વિશે કહ્યું હતુ કે, “મને નિહલાની જી તરફથી એક મેસેજ આવ્યો, જેમાં લખ્યું હતુ કે ‘કૉલ મી.’ મે તેમને કૉલ કર્યો તો તેમણે કહ્યું કે, બેટા, કેટલા વાગ્યે આવશો ઑફિસ? મારી પાસે તેમની ઑફિસ જવા માટે રીક્ષાનું ભાડુ ચુકવવાનાં પૈસા નહોતા.” આ પહેલા મહેશે પહલાજ નિહલાનીની ફિલ્મ ‘અંદાજ’ અને ‘આગ કા ગોલા’માં કામ કર્યું હતુ. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે મહેશ આનંદ મુંબઈનાં વર્સોવામાં એકલા રહેતા હતા. તેમની એક્સ વાઇફને જ્યારે તેમના નિધન વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “મને આ વિશે કોઇ જ માહિતી નથી. વર્ષ 2002 પછી અમારી વચ્ચે કોઇપણ વાતચીત નથી થઇ.” ઉલ્લેખનીય છે કે મહેશ આનંદે ઉષા બચાની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2 વર્ષ પછી બંનેનાં છૂટાછેડા થઇ ગયા હતા.

મહેશ આનંદે ‘શહેંશાહ’, ‘સ્વર્ગ’, ‘થાનેદાર’, ‘વિશ્વાત્મા’, ‘ગુમરાહ’, ‘ખુદ્દાર’, ‘બેતાજ બાદશાહ’, ‘વિજેતા’ અને ‘કુરૂક્ષેત્ર’ જેવી હિટ ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને ઓળખ બનાવી હતી. મહેશ 80 અને 90નાં દશકમાં વિલન તરીકે જાણીતા હતા. મહેશ આનંદે અમિતાભ બચ્ચન, ગોવિંદા, સંજય દત્ત જેવા અભિનેતાઓ સાથે કામ કર્યું હતુ. વર્સોવા પોલીસે મહેશ આનંદનાં મોતને લઇને કેસ નોંધ્યો છે અને મુંબઈમાં રહેતી તેમની બહેનને આ મામલે જાણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન