Bollywood Actor Salman Khan can go abroad without court nod
  • Home
  • Entertainment
  • Bollywood
  • કાળા હરણ શિકાર કેસમાં કોર્ટે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને રાહત આપી

કાળા હરણ શિકાર કેસમાં કોર્ટે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને રાહત આપી

 | 10:31 pm IST

કાળા હરણ શિકાર કેસનો સામનો કરી રહેલા બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને એક સત્ર અદાલતે મોટી રાહત આપી છે. અત્યાર સુધી સલમાન ખાનને વિદેશ પ્રવાસે જવા માટે મંજૂરી લેવાની જરૂરત પડતી હતી પરંતુ સત્ર અદાલતે એવો ચુકાદો આપ્યો કે હવેથી સલમાન ખાનને વિદેશ જવા મંજૂરી લેવાની જરૂર નથી.

કોર્ટે સલમાન ખાનની અરજીને ગ્રાહ્ય રાખીને તેમને આ છૂટ આપી છે. સત્ર અદાલત કાળા હરણ કેસમાં સલમાનની પાંચ વર્ષની સજા સામેની અપીલ પર સુનાવણી કરી રહી છે. સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કહ્યું કે સલમાનને વિદેશ યાત્રાએ જવાની મંજૂરી લેવામા છૂટ આપવા માટે અરજી દાખલ કરી હતી.

કોર્ટે આ વિનંતી અરજીને સ્વીકારીને તેમને છૂટ આપી છે. જોકે કોર્ટે એવી પણ શરત કરી છે કે સલમાને વિદેશ પ્રવાસની તમામ વિગતો કોર્ટમાં આપવી પડશે. તેમણે કહ્યું કે કોર્ટના આદેશાનુસાર, વિદેશ પ્રવાસ પહેલાં કોર્ટને જરૂરી તમામ વિગતોથી વાકેફ કરવામાં આવશે. બચાવ પક્ષે પણ આવી એક અરજી દાખલ કરીને એવી માગણી કરી હતી કે જ્યારે જ્યારે પણ વિદેશ પ્રવાસે જવાનું થાય તો દર વખતે સલમાને પૂર્વ મંજૂરી મેળવવી પડશે.