Bollywood Actor Sanjay Dutt campaigns for sister Priya Dutt
  • Home
  • Election 2019
  • સંજય દત્તે નિભાવ્યો ‘રાખી ધર્મ’, ફિલ્મનું શૂટિંગ પડતુ મુકી પ્રિયા દત્ત માટે રસ્તા પર ઉતર્યો

સંજય દત્તે નિભાવ્યો ‘રાખી ધર્મ’, ફિલ્મનું શૂટિંગ પડતુ મુકી પ્રિયા દત્ત માટે રસ્તા પર ઉતર્યો

 | 11:22 am IST

બોલીવુડ અભિનેતા સંજય દત્ત ભલે રાજકારણથી દૂર રહ્યો હોય પરંતુ તે પોતાની બહેન અને કોંગ્રેસ ઉમેદવાર પ્રિયા દત્તને પુરેપુરો સપોર્ટ કરી રહ્યો છે. સંજય દત્તએ મુંબઈમાં પ્રિયા દત્ત માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. બહેન સાથે આવીને સંજય દત્તે લોકોને પ્રિયા દત્ત માટે મતદાન કરવાની અપીલ કરી હતી.

સંજય દત્ત પોતાના પરિવારની ખુબ જ નજીક માનવામાં આવે છે. આ વાત ત્યારે સાબિત પણ થઈ જ્યારે તે બહેન માટે પ્રચાર કરવા મુંબઈની સડકો પર ઉતર્યો. પ્રિયા દત્ત ગઈ કાલે બાંદ્રામાં કલેક્ટર ઓફિસમાં લોકસભા ચૂંટણી માટે પોતાનું ઉમેદવારીપત્ર ભરવા ગયાં હતાં. તે દરમિયાન અભિનેતા સંજય દત્ત પોતાની ફિલ્મ કલંકનું પ્રમોશન અને અન્ય ફિલ્મનું શૂટિંગ પડતું મુકીને પ્રિયા દત્ત માટે પ્રચાર કર્યો હતો.

પ્રિયા દત્ત ઉમેદવારીપત્ર ભરતા પહેલા ગણપતિ બાપ્પાના દરબારમાં આશીર્વાદ લેવા પહોંચી હતી. ત્યાર બાદ પ્રિયંકા પોતાના ભાઈ સંજય દત્તના ઘરે ગયા હતાં.

વર્ષ 2019માં પ્રિયા દત્ત કોંગ્રેસની ટિકિટ પરથી મુંબઈ નોર્થ સેન્ટ્રલથી લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. પ્રિયા દત્તનો મુકાબલો વર્તમાન સાંસદ પૂનમ મહાજન સામે છે. તો બસપાએ પણ આ બેઠક પરથી મુસ્તફા ખાનને મેદાનમાં ઉતાર્યા છે.

પ્રિયા દત્તે ઉમેદવારીપત્ર બાદ એક ઈમોશનલ પોસ્ટ લખીને તેનો એક ફોટો પણ જાહેર કર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, હું એ દિવસને યાદ કરી રહી છું કે જ્યારે પિતા સ્વ શ્રી સુનિલ દત્તે 1984માં પોતાની પહેલી ચૂંટણી વખતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરિવાર માટે આ દિવસ ખાસ હતો કારણ કે પિતાજી પહેલા ક્યારેય રાજકારણમાં જોડાયા નહોતા.

ઉલ્લેખનીય છે કે, સુનીલ દત્તના નિધન બાદ તેમનો રાજનૈતિક વારસો પ્રિયા દત્ત આગળ વધારી રહી છે. વર્ષ 2014ની ચૂંટણીમાં પ્રિયા દત્ત ચૂંટણી હારી ગયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન