Bollywood Actor Tiger Shroff style video goes viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • એક્શન હીરો ટાઈગર શ્રોફની આ સ્ટાઇલ જોઈ તમે પણ કહેશો ‘શું વાત છે’…જુઓ Video

એક્શન હીરો ટાઈગર શ્રોફની આ સ્ટાઇલ જોઈ તમે પણ કહેશો ‘શું વાત છે’…જુઓ Video

 | 10:26 pm IST

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ હાલ તેની ફિલ્મ ‘બાગી 3’ ને લઈ ચર્ચામાં છે. જે 6 માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફની સાથે રિતેશ દેશમુખ અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે.

ટાઈગર શ્રોફ સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે સતત તેની તસવીર અને વીડિયો પોસ્ટ કરતો રહે છે. જે ફેન્સ ખૂબ પસંદ કરે છે. ત્યારે હવે ટાઈગરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે એક અલગ અને સ્ટાઇલિશ અંદાજમાં નજરે આવી રહ્યો છે. ટાઈગર આ વીડિયોમાં એક યુવક દ્વારા ફેકવામાં આવેલ ગોગલ્સને સ્ટાઇલમાં કેચ કરે છે. આ વીડિયો સ્લો મોશનમાં અને રિવર્સ છે. ટાઈગરની આ સ્ટાઇલ ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન