These Bollywood stars who played older roles at younger age
  • Home
  • Featured
  • Photos: પડદા પર પોતાની ઉંમરથી મોટો રોલ નિભાવી આ કલાકારોએ કર્યા સૌને દિવાના

Photos: પડદા પર પોતાની ઉંમરથી મોટો રોલ નિભાવી આ કલાકારોએ કર્યા સૌને દિવાના

 | 8:42 am IST

બોલિવુડમાં સિતારાઓ પોતાના રોલને ચરિતાર્થ કરવા ખુબજ મહેનત કરતા હોય છે અને તેમાં સફળ પણ થતાં હોય છે. જે પાત્ર નિભાવવા માટે તનતોડ મહેનત કરે ક્યારેક તે પાત્ર ખરા અર્થમાં સાકાર થાય છે. તાપસી પન્નૂ અને ભૂમિ પેટનેકર ફિલ્મ ‘સાંડ કી આંખ’લઈને 25 ઓક્ટોબરે આવી રહ્યા છે જો કે ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ તેના પાત્રોની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ બંને એકટ્રેસ 60 વર્ષની મહિલાઓનો રોલ નિભાવ્યો છે. બંને એ ખાસ મેકઅપ કરાવી પાત્રને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. જો કે આ પહેલા પણ એવા કેટલાયે કલાકારો છે જેમણે પોતાની ઉંમર કરતા લગભગ બમણો રોલ નિભાવ્યો હોય અને તેમાં સફળતા પણ મેળવી હોય.

આ પહેલા સલમાન ખાને ફિલ્મ ભારતમાં 18 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના વ્યક્તિનો રોલ નિભાવ્યો હતો. સલમાને ખાસ મોટી ઉંમર દર્શાવવા માટે પ્રોસ્થેટિકનો ઉપયોગ કર્યો હતો.

ડાયરેક્ટર નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ છિછોરેમાં સુશાંત સિંહ રાજપૂતે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં સુશાંતે કોલેજના સ્ટુડન્ટથી લઈને એક જુવાન પિતાનો રોલ નિભાવ્યો હતો.

કમલ હાસન હાલ તેની આગામી ફિલ્મ ઈન્ડિયન 2ને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર ફિલ્મમાં તે 90 વર્ષના વૃદ્ધની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મનો પહેલો ભાગ 1996માં આવ્યો હતો. આમિર ખાન એટલે પરફેક્ટનિસ્ટ જે પણ કરે તેમાં ડૂબી જાય. ફિલ્મ ડંગલમાં તેમનો રોલ ખુબજ ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મ માટે આમિરે ખાસ તેનો વજન પણ વધાર્યો હતો.

રણબીર કપૂર તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતો છે તેણે ફિલ્મ સંજૂમાં સંજય દત્તનો રોલ નિભાવી દર્શકો પર જાદૂ પાથર્યો હતો 22 વર્ષના યુવકથી લઈને રણબીરે 60 વર્ષના વ્યક્તિ સુધીનો રોલ નિભાવ્યો હતો. ઐશ્વર્યા રાયે ફિલ્મ સરબજીતમાં 60 વર્ષની મહિલાનો રોલ પ્લે કર્યો હતો. તેની આ ફિલ્મની ખુબજ પ્રશંસા થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન