Bollywood Actress Aalia Bhatt take Major Decision about her Career
  • Home
  • Entertainment
  • Bollywood
  • કપૂર પરિવાર આલિયાને વહુ બનાવવા આતુર પણ આલિયાએ ભર્યું જોરદાર પગલુ

કપૂર પરિવાર આલિયાને વહુ બનાવવા આતુર પણ આલિયાએ ભર્યું જોરદાર પગલુ

 | 2:39 am IST

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને સ્ટાર અભિનેતા રણબીર કપૂરની લગ્નની ચર્ચાઓ દિવસેને દિવસે જોર પકડી રહી છે. આલિયા કપૂર ખાનદાનની વહુ બનશે તેમ માનવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં આલિયા તેના બોયફ્રેન્ડ રણબીર સાથે અયાન મુખરજીની બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કરશે.પરંતુ લગ્નની ચર્ચાઓ વચ્ચે જ આલિયાએ એક એવુ પગલુ ભર્યું છે જેનાથી સૌકોઈ હેરાન છે.

અહેવાલ પ્રમાણે હવે આલિયા પણ હોલિવૂડ જઈ રહી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફ શેર કર્યો હતો. તે તેની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજનની સાથે લોસ એન્જેલસમાં હતી. રિપોર્ટ પ્રમાણે આલિયા એક હોલિવૂડ સેલિબ્રિટી મેનેજરની શોધ કરી રહી છે અને આ માટે તે લોસ એન્જલસની મુલાકાતે ગઈ છે.

એક તરફ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના લગ્નના સમાચારોને લઇને ચર્ચામાં છે ત્યારે આલિયાનો આ નવો પ્લાન જાહેર થયો છે. થોડા દિવસો પહેલાં જ તેમના લગ્નનું એક કાર્ડ વાયરલ થયું હતું. જોકે પછી ખબર પડી કે તે કાર્ડ ફેક હતું. પરંતુ હવે એવા અહેવાલ છે કે આલિયા અને રણબીર આ નવેમ્બરમાં લગ્ન કરવા જઇ રહ્યા છે.

લગ્નની ચર્ચાઓ વચ્ચે જ આલિયાનું હોલિવૂડ ગમન તેના અને રણબીરના ચાહકો માટે આંચકા સમાન છે. એવી પણ વાતે જોર પકડ્યું છે કે શું આલિયા હોલિવૂડમાં જશે અને તેના લગ્ન પાછા ઠેલાશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન